કેજીએફ ચેપ્ટર 2’માં અધીરાના રોલમાં સંજય દત્ત, ફર્સ્ટ લુક રિલીઝ

કન્નડ સ્ટાર યશની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’માં સંજય દત્ત અધીરાનું પાત્ર ભજવશે. થોડાં દિવસ પહેલાં જ મેકર્સે અધીરાનું એક પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં તેનો…

કન્નડ સ્ટાર યશની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’માં સંજય દત્ત અધીરાનું પાત્ર ભજવશે. થોડાં દિવસ પહેલાં જ મેકર્સે અધીરાનું એક પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં તેનો ચહેરો બતાવવામાં આવ્યો નહોતો. ત્યારે જ ચર્ચા હતી કે આ રોલ સંજય દત્ત પ્લે કરશે.

સંજય દત્તના 60માં જન્મદિવસ પર રિલીઝ

પ્રોડક્શન હાઉસે અધીરાનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. સંજય દત્ત અધીરાના રોલમાં ઘણો જ ઈન્ટેન્સ લુકમાં જોવા મળે છે. સંજય દત્તનો 29 જુલાઈના રોજ 60મો જન્મદિવસ છે. સંજય દત્તે પોતાના ચાહકોને આ દિવસે ફિલ્મનો લુક રિલીઝ કરીને રિટર્ન ગિફ્ટ આપી છે. સંજય દત્તે ‘KGF’ મેકર્સનો આભાર માન્યો હતો અને તે આ ફિલ્મને લઈ ઘણો જ ઉત્સુક હોવાનું કહ્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનના રોલમાં છે, રવિના ટંડન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.


‘KGF’ની સીક્વલ

ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ‘KGF’ને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 250 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ હિટ જતાં જ મેકર્સે આ ફિલ્મની સીક્વલ બનાવવાનો નિર્ણય લીધો છે. સીક્વલ પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે, તેમ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *