બોક્સઓફીસ પર સોનાની ખાણ બની KGF, કમાણીનો આંકડો 1000 કરોડને પાર

પ્રશાંત નીલ (Prashanth Neel) દ્વારા નિર્દેશિત સાઉથ ઈન્ડસ્ટ્રીની (South Film Indsutries) શાનદાર ફિલ્મ “KGF: ચેપ્ટર 2” થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 14 એપ્રિલે…

પ્રશાંત નીલ (Prashanth Neel) દ્વારા નિર્દેશિત સાઉથ ઈન્ડસ્ટ્રીની (South Film Indsutries) શાનદાર ફિલ્મ “KGF: ચેપ્ટર 2” થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થઈ હતી અને માત્ર ચાર દિવસમાં જ આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી લીધી હતી, જે આ ફિલ્મની સફળતાનો પુરાવો છે. રોકી ભાઈ, સંજય દત્ત (Sanjay Dutt) અને રવિના ટંડન (Raveena Tandon) પણ ફિલ્મમાં છે. આ કલાકારોએ પોતાના શાનદાર અભિનયથી મોટા પડદા પર આગ લગાવી દીધી.

“KGF: ચેપ્ટર 2” સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. યશની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. ગત વીકેન્ડમાં ફિલ્મ 1000 કરોડનો આંકડો પાર કરી ચુકી છે. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયા પછી તે એક પછી એક રેકોર્ડ તોડી રહી છે આ ફિલ્મને દર્શકો પ્રત્યેથી ખુબજ ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. યશના ચાહકો ફિલ્મને વારંવાર થીયેટરમાં જોવાનું પસંદ કરી રહ્યા છે.

આ ફિલ્મ કમાણીમાં પણ હિન્દી ફિલ્મ જગતની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મમાં ૩જા નંબર પર પોહચી ગઈ છે ચાલો જાણીએ કે યશની ફિલ્મે દુનિયાભરમાં પ્ર્તાહમ દિવસથી લઈને અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી અને સાથે સાથે કેટલા રોકોર્ડ તોડ્યા અને કેટલા બનાવ્યા તેમજ ફીલ્મ વિષે રસપ્રદ વાતો જણાવીશું.

“KGF: ચેપ્ટર 2” ફિલ્મ રીલીઝ થયાના પ્રથમ દિવસેજ વર્લ્ડ વાઈડ ફિલ્મે કમાણીમાં સૌંના રેકોર્ડ તોડી નાખ્યા હતા. જણાવી દઈએ તમને કે ફિલ્મના પ્રથમ દિવસેજ ફિલ્મે રૂપિયા 116 કરોડની કમાણી કરી લીધી હતી દુનીભરમાં 4500 કરતા પણ વધારે સ્ક્રીન પર આ ફિલ્મને રીલીઝ કરવામાં આવી હતી.ત્યારબાદ ફિલ્મ લગાતાર રેકોર્ડ તોડી રહી છે.

“KGF: ચેપ્ટર 2” ફિલ્મ રીલીઝ થયાના પ્રથમ દિવસ પછી ક્રમશઃ
દિવસ 2 – રૂ. 90 કરોડ, દિવસ 3 – રૂ 81 કરોડ, દિવસ 4- રૂ. 91.7 કરોડ, દિવસ 5 – રૂ. 25.57 કરોડ, દિવસ 6 – રૂ. 19.52 કરોડ, દિવસ 7 – રૂ. 33.00 કરોડ, દિવસ 8 – રૂ. 23.58 કરોડ, દિવસ 9 – રૂ. 29.35 કરોડ, દિવસ 10- રૂ. 36.45 કરોડ, દિવસ 11 – રૂ 45.35 કરોડ, દિવસ 12 – રૂ. 17.1 કરોડ, દિવસ 13 – રૂ. 14.9 કરોડ, દિવસ 14- રૂ. 13.81 કરોડ, દિવસ 15- રૂ. 16.91 કરોડ

“KGF: ચેપ્ટર 2” ફિલ્મ બાદ હવે “KGF: ચેપ્ટર 3″ ના ટ્રેલરની લોકો ખુબજ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે કે ટ્રેલર પણ નવા રેકોર્ડ બનાવશે તેમજ ફિલ્મના અધિકારો OTT પ્લેટફોર્મના અધિકારો વિગેરે બાબતોમાં આવનાર ફિલ્મ જંગી કમાણી કરશે અને ભારતીય ફિલ્મ જગતને એક નવી ઊંચાઈ પર લઇ જશે.

રોકી ભાઈ (YASH), સંજય દત્ત (Sanjay Dutt), રવિના ટંડન (Raveena Tandon)  શ્રીનિધિ શેટ્ટી (Srinidhi Shetty), માલવિકા અવિનાશ (Malavika Avinash), પ્રકાશ રાજ (Prakash Raj), જોન કોકેન અને સરન પણ મુખ્ય ભૂમિકામાં છે.”KGF: ચેપ્ટર 2”  ફિલ્મ ખુબજ હીટ થઇ છે દુનિયાભરમાં યશના ફેન્સમાં વધારો થયો છે ફિલ્મ બાદ રોકીભાઈની લોકચાહના ખુબજ વધી ગઈ છે. સોશિયલ મીડિયામાં રોકીભાઈના રીલ્સ પર લોકો રીમેક બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *