“KGF ચેપ્ટર 3” નું શુટિંગ શરૂ, રોકીભાઈની જગ્યાએ બોલીવુડના આ એક્ટરની થશે એન્ટ્રી?

પ્રશાંત નીલ(Prashanth Neel) દ્વારા દિગ્દર્શિત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની (South Film Indsutries) ધમાકેદાર  મુવી  “KGF: ચેપ્ટર 2” મલ્ટીપ્લેક્સમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 14 એપ્રિલે…

પ્રશાંત નીલ(Prashanth Neel) દ્વારા દિગ્દર્શિત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની (South Film Indsutries) ધમાકેદાર  મુવી  “KGF: ચેપ્ટર 2” મલ્ટીપ્લેક્સમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થઈ હતી અને માત્ર ચાર દિવસમાં જ આ મુવીએ 400 કરોડથી વધુ નફો કમાઈ લીધો હતો, જે આ મૂવીની સફળતાનો પુરાવો છે. આ વખતે યશ ઉપરાંત રોકી ભાઈ, સંજય દત્ત (Sanjay Dutt) અને રવિના ટંડન (Raveena Tandon) પણ ફિલ્મમાં છે. આ કલાકારોએ પોતાના જોરદાર અભિનયથી મોટા પડદા પર આગ લગાવી દીધી.

પ્રશાંત નીલની ફિલ્મ KGF: Chapter 2 એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં 1 હજાર પ્લસનો આંકડો પાર કર્યો છે અને હવે તે દેશની બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. થોડા દિવસો પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં, અભિનેતા યશે ‘KGF: ચેપ્ટર 3’ વિશે વાત કરી અને કહ્યું કે તે છેલ્લા બે ભાગો કરતાં વધુ તીવ્ર અને ઉચ્ચ ઓક્ટેન એક્શન જોવા મળશે. ‘KGF 1’ અને ‘KGF 2’ની જબરદસ્ત સફળતા જોઈને નિર્માતાઓએ તેને માર્વેલ યુનિવર્સની જેમ વિકસાવવાનું નક્કી કર્યું છે. KGF 3 હવે 2024માં રિલીઝ થશે.

આ ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી (Srinidhi Shetty), માલવિકા અવિનાશ (Malavika Avinash), પ્રકાશ રાજ (Prakash Raj), જોન કોકેન અને સરન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ રિલીઝ થયાને મહિનો વીતી ગયો છે, પરંતુ ચાહકોમાં “KGF: ચેપ્ટર 2” ફિલ્મને લઈને હજુ પણ ક્રેઝ છે. થીયેટરોમાં ફિલ્મના દરેક શો હાઉસફુલ જાય છે. હજુ પણ ઘણા બધા શહેરોમાં વેહલી સવારથી મધ્યરાત્રી સુધીના શો હોય છે.ફિલ્મના અંતમાં “KGF: ચેપ્ટર 3” અંગે કરેલા ઉલેખ્ખ ને મેકર્સે હવે ખુબજ મોટી જાહેરાત કરી દીધી છે.

હવે ફિલ્મ નિર્માતા વિજય કિરગન્દુરે “KGF: ચેપ્ટર 3” વિશે મોટો ખુલાસો કર્યો છે. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યું દરમિયાન તેમને “KGF: ચેપ્ટર 3” વિષે પુછ્તાજ જણાવ્યું હતું કે, કે પ્રશાંત નીલ હાલમાં ‘સાલાર’માં વ્યસ્ત છે, જેનું શૂટિંગ ઑક્ટોબર અથવા નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ ‘KGF 3’નું શૂટિંગ શરૂ થશે જે 2024માં રિલીઝ થવાની આશા છે.

આગળ વાત કરતા યશે જણાવ્યું કે, પ્રશાંત નીલે પહેલા માત્ર એક સામાન્ય ફિલ્મ તરીકે KGF બનાવવાની યોજના બનાવી હતી. અગાઉ તેણે તેની સિક્વલ વિશે વિચાર્યું ન હતું. પરંતુ, જ્યારે ફિલ્મનું અડધું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું હતું, ત્યારે ટીમે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ફરીથી કામ કરવાનું નક્કી કર્યું હતું. જેનું પરિણામ એ આવ્યું કે ફિલ્મ એક નહીં પણ બે ભાગમાં બનશે. જે પછી અમે ફિલ્મના શ્રેષ્ઠ દ્રશ્યો ‘KGF ચેપ્ટર 2’માં મૂક્યા હતા.

“KGF: ચેપ્ટર 3” વિષે અન્ય સવાલો પણ પૂછવામાં આવ્યા હતા જેમાં વિજય કિરગન્દુરે એમ પણ કહ્યું કે, તે હવે “KGF” ને માર્વેલ યુનિવર્સ તરીકે વિકસાવશે. આ માટે વિવિધ ફિલ્મોના રસપ્રદ પાત્રો લેવામાં આવશે. આ સમયે તેમને પૂછવામાં આવ્યું હતું કે માર્વેલ યુનિવર્સ બનાવવા માટે તેઓ કેવા હીરોની અપેક્ષા રાખે છે જેના જવાબમાં તેમણે એક્ટર ‘રિતિક રોશન’નું નામ લીધું. કારણકે તેઓની ઈચ્છા છે કે આ માટે વિવિધ ફિલ્મોના રસપ્રદ પાત્રો લેવામાં આવે અને ફિલ્મને હીટ બનાવી શકે

“KGF: ચેપ્ટર 3″ ના હિરો યશે પણ મુવીની રીલીઝ બાદ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે,”ત્રીજો ભાગ બંને ભાગો કરતા વધુ મજબૂત હશે. આ ફિલ્મમાં ઘણી બધી નવી વસ્તુઓ હશે જે લોકો કાયમ યાદ રાખશે.” લોકોમાં પણ “KGF: ચેપ્ટર 3” ને લઈને ખુબજ ઉત્સુક છે અને “KGF: ચેપ્ટર 2″ને મળેલી સફળતાને જોઇને લાગી રહ્યું છે કે “KGF: ચેપ્ટર 3” વિશ્વની ફિલ્મ જગતના બધાજ રેકોર્ડ બ્રેક કરશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *