આ છે KGF ના રોકી ભાઈની ઓનસ્ક્રીન માતા, રીયલ લાઈફની તસ્વીરો જોઇને ભૂલી જશો ભાન

તમે સાઉથ સુપરસ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2 જોઈ હશે. યશની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. દેશ-વિદેશમાં આ ફિલ્મને લઈને…

તમે સાઉથ સુપરસ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2 જોઈ હશે. યશની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. દેશ-વિદેશમાં આ ફિલ્મને લઈને જોરદાર ધૂમ મચાવી રહી છે.

જ્યારથી આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી તેની સ્ટારકાસ્ટની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. એક સ્ટાર લાઈમલાઈટ લૂંટી રહ્યો છે. તમે યશ વિશે બધું જાણો છો. પરંતુ શું તમે તેની ઓનસ્ક્રીન માતા વિશે જાણો છો?

KGF 2 માં કન્નડ અભિનેત્રી અર્ચના જોઈસે રોકી ભાઈની માતાની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં અર્ચના અને યશના બોન્ડે તમારી આંખો ઘણી વખત ભીની કરી હશે. તમને જાણીને નવાઈ લાગશે કે પડદા પર માતાની સશક્ત ભૂમિકા અત્યંત ગંભીરતા સાથે ભજવનાર અર્ચના જોઈસ માત્ર 27 વર્ષની છે. તમે તેનું અસલી વ્યક્તિત્વ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

અર્ચના રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર છે. તેના ઇન્સ્ટા પર શેર કરાયેલા ફોટા ખુબ જ સુંદર છે. અર્ચના સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી મોડલ અને અભિનેત્રી છે. KGF 2 અર્ચનાની કારકિર્દી માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થયો છે. આ ફિલ્મે તેને ખ્યાતિ અપાવી છે.

અર્ચના જેટલી સારી અભિનેત્રી છે એટલી જ સારી ડાન્સર પણ છે. અર્ચના જોઈસ એક ટ્રેન્ડ કથક ડાન્સર છે. તે ઘણા સ્ટેજ શોનો ભાગ રહી ચુકી છે. અભિનેત્રીના ઈન્સ્ટા પ્રોફાઈલ પર તેના ડાન્સ કરતી વખતે ઘણી તસવીરો જોઈ શકાય છે.

અર્ચના કર્ણાટકની છે. તમને જાણીને નવાઈ લાગશે કે અર્ચના 27 વર્ષની છે. તો તેનાથી પણ વધુ આઘાત તમને એ જાણીને લાગશે કે અર્ચના પરિણીત છે. તેના પતિનું નામ શ્રેયસ ઉથુપ્પા છે. અર્ચના તેના પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અર્ચના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અર્ચનાની તસવીરો એટલી ખુબ જ ગોર્જીઅસ છે. ઇન્સ્ટા પર અર્ચનાના 107k ફોલોઅર્સ છે. KGF 2 થી અર્ચનાની લોકપ્રિયતા આસમાને પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *