યુવતીની છેડતી કરી બીભત્સ માંગણી કરનાર શિક્ષકને જાહેરમાં જ મારી મારીને ભૂત બનાવી દીધો- જુઓ વિડીયો

ખેડા(ગુજરાત): આજના કળયુગી સમયમાં શારીરિક છેડતી અને દુષ્કર્મના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન, ખેડા જિલ્લાના કપડવંજ ખાતે એક કિશોરીની છેડતી થઇ હોવાનો…

ખેડા(ગુજરાત): આજના કળયુગી સમયમાં શારીરિક છેડતી અને દુષ્કર્મના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન, ખેડા જિલ્લાના કપડવંજ ખાતે એક કિશોરીની છેડતી થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મળેલી માહિતી મુજબ, હજી સુધી કોઈ ફરિયાદ થઈ નથી. આ ઘટનાનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીડિત યુવતી સહિત અન્ય લોકો છેડતી કરનાર શખ્સની ધોલાઈ કરતા જોવા મળે છે.

હાલ આ બનાવની સમગ્ર શહેરમાં ખૂબ ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ, જિલ્લાના કપડવંજમાં એક યુવતીની છેડતી કરીને એક શખ્સ દ્વારા તેની પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ લોકોએ આ વ્યક્તિને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. છેડતી કરનાર વ્યક્તિ કપડવંજની એમ.પી. હાઈસ્કૂલનો શિક્ષક હોવાનું સામે આવ્યું છે. જોકે, આ મામલે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

આ ઉપરાંત, કમનસીબે આ ઘટના અંગે કોઈ જ ફરિયાદ પણ કરવામાં આવી નથી. આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો ટોળે વળ્યાં છે.  આ ઉપરાંત એક યુવતી આ શખ્સને ફટકારી રહી છે. બીજી એક વીડિયોમાં આરોપીનું જાણે કે સરઘષ કાઢવામાં આવ્યું હોય તેમ લોકો સાથે તેને રસ્તા પર જતો જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *