ગરમીમાં નાહવાની મજા માણવા પહોચેલા ત્રણેય મિત્રોના તળાવમાં ડૂબવાથી કરુણ મોત- અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું

હાલ રાજ્યમાં તાપમાનનો પારો આસમાને પહોચ્યો છે. આ દરમિયાન ઘણા લોકો તળાવમાં કે નદીમાં નાહવા પડતા હોય છે. પરંતુ, આમ અજાણ્યા સ્થળે સાવધાની વગર નાહવાની…

હાલ રાજ્યમાં તાપમાનનો પારો આસમાને પહોચ્યો છે. આ દરમિયાન ઘણા લોકો તળાવમાં કે નદીમાં નાહવા પડતા હોય છે. પરંતુ, આમ અજાણ્યા સ્થળે સાવધાની વગર નાહવાની મજા ક્યારેક સજા બનતી હોય છે. તાજેતરમાં ખેડા જીલ્લામાં આવી જ એક કરુણ ઘટના બનવા પામી છે. જેમાં ત્રણ બાળકોના તળાવમાં નાહવાની મજા લેતા ડુબી જવાથી મોત નીપજ્યા છે.

મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અંતિસર ગામે ત્રણ બાળકોના તળાવમાં ડુબવાથી મોત નીપજ્યા છે. આ ત્રણેય બાળકો તળાવમાં નાહ્વાની મજા લઈ રહ્યા હતા. ત્યારે અચાનક એક બાળક ડુબતા, બીજો અને પછી ત્રીજો તેને બચાવવા જતા ડુબ્યો અને ત્રણેય બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારનો આક્રંદ જોઈ ગામ પણ હિબકે ચઢ્યું હતું.

જાણવા મળ્યું છે કે, અંતિસર ગામમાં રહેતા અલગ-અલગ પરિવારના ત્રણ બાળકો બકરીઓ ચરાવવા ભાગોળે ગયા હતા. આ સમયે કાળઝાળ ગરમીમાં ત્રણે બાળકોએ તળાવમાં નાહ્વાનો પ્લાન બનાવ્યો અને નાહ્વાની મજા લેવા માટે તળાવમાં કુદી ગયા હતા. મોજ-મસ્તી કરતી વખતે એક બાળક અચાનક ઊંડી જગ્યા પર પહોંચી ગયો અને તે ડુબવા લાગ્યો હતો જેથી બીજો મિત્ર તેને બચાવવા તે કૂદ્યો હતો પરંતુ તે પણ ડુબવા લાગ્યો. આ જોઈ ત્રિજો મિત્ર પણ બંને મિત્રોને બચાવવા પોતાના જીવની પરવાહ કર્યા વગર તેમને બચાવવા ગયો, આમ પાકી ભાઈબંધી નિભાવતા ત્રણેય મિત્રો એકસાથે મોતને ભેટ્યા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેમણે તાત્કાલિક બાળકોના પરિવાર અને પોલીસને જાણ કરી હતી. જોત જોતામાં ગ્રામજમનો તળાવ કિનારે ભેગા થઈ ગયા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકોને તળાવમાંથી બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં સુધીમાં તો ત્રણેય બાળકોના મોત થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, મૃતક બાળકોમાં સમીર રાવડ (ઉંમર -11), અજિત પરમાર (ઉંમર- 17) અને રાહુલ પરમાર (ઉંમર -15)નો સમાવેશ થાય છે. આ ઘટનાની વાત વાયુવેગે ફેલાતા બાળકોના ઘર પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બાળકોના માત-પિતાના આક્રંદથી શોકનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત બાળકોની અંતિમ યાત્રામાં આખું ગામ જાણે હીબકે ચઢ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *