બિલ્ડર સાથે લગ્ન કર્યાના દોઢ જ વર્ષમાં પરિણીતાએ કર્યો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં લખ્યું એવું કે…

ખેડા(ગુજરાત): આજકાલ આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન, ખેડાના મહેમદાવાદ(Mahemdavad)ની 25 વર્ષની પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા(suicide) કરી લીધી છે. આ ઉપરાંત, આપઘાત…

ખેડા(ગુજરાત): આજકાલ આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન, ખેડાના મહેમદાવાદ(Mahemdavad)ની 25 વર્ષની પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા(suicide) કરી લીધી છે. આ ઉપરાંત, આપઘાત સાથે પરણીતાએ અંગ્રેજીમાં સ્યુસાઈડ નોટ(Suicide note) પણ લખી છે. જેમાં તેણે આત્મહત્યા માટે સાસુ સસરા(In-laws) અને પતિ(Husband)ને જવાબદાર ગણાવ્યા છે. ઉમરેઠ(Umreth)ની યુવતીના લગ્ન દોઢ વર્ષ પહેલા મહેમદાવાદાના બિલ્ડર(Builder) સાથે થયા હતા. પંરતુ, દોઢ વર્ષમાં જ તેનુ લગ્નજીવન આત્મહત્યા સુધી પહોંચ્યુ હતું.

પરિણિતાના શરીર પર ઈજાના નિશાન
જાણવા મળ્યું છે કે, મહેમદાવાદની રાધેક્રિષ્ન સોસાયટીમાં આ ઘટના બની હતી. ઉમરેઠની ભાટવાડામાં રહેતી જલ્પા હિંગુના લગ્ન દોઢ વર્ષ પહેલા મહેમદાવાદના બિલ્ડર સાથે થયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ, લગ્નના દોઢ વર્ષ બાદ જલ્પાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જલ્પાએ લગ્ન કરતા પહેલા એક સ્યૂસાઈડ નોટ પણ લખી છે. પોલીસ દ્વારા સ્યૂસાઈડ નોટ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મારો પતિ મારો ન થયો
જલ્પા હીગુના પિયરના લોકોએ આક્ષેપ કર્યો છે કે, સાસરિયાઓ દ્વારા જ જલ્પાની હત્યા કરવામાં આવી છે. કારણ કે, પોસ્ટમોર્ટમ દરમિયાન જલ્પા હીંગના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, જલ્પાએ પણ સ્યૂસાઈડ નોટમાં લખ્યુ છે કે, મારા સાસુ-સસરા મારા મા-બાપ ન થઈ શક્યા, મારો પતિ પણ મારો ન થયો. જેથી હું આત્મહત્યા કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *