આતુરતાનો આવ્યો અંત- ખોડલધામ ચેરમેન નરેશ પટેલે રાજકીય પ્રવેશ અંગે કરી મોટી જાહેરાત

Published on Trishul News at 12:14 PM, Thu, 16 June 2022

Last modified on June 16th, 2022 at 12:25 PM

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકરણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેના નિર્ણયની અટકળો સાથે આજ રોજ ખોડલધામ(Khodaldham)ના પ્રમુખ નરેશ પટેલ(Naresh Patel) પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી છે.

વાત કરવામાં આવે તો છેલ્લા છ મહિનાથી નરેશ પટેલના રાજકરણના પ્રવેશ અંગે અનેક વખત અફવાઓ સામે આવી હતી પરંતુ નરેશ પટેલ ‘સમાજ કહેશે એમ કરીશ’ કહીને સર્વેના પરિણામો પર નિર્ણય લેવામાં આવશે પરંતુ આજે નરેશ પટેલ આ સર્વેના તારણો અને નિર્ણય અને પોતાની રાજકીય કારકીર્દી અંગે સ્પષ્ટ ખુલાસાઓ કરી દીધા છે.

ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, તેઓ હાલમાં કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાશે નહિ. એટલે કે હાલ પુરતું રાજકારણમાં જોડાવવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. વડીલોની સલાહનું માન રાખીને નરેશ પટેલ રાજકારણમાં નહિ જોડાય. વધુમાં તેમણે કહ્યું છે કે, હું સમાજમાં સક્રિય રહી તમામ સમાજના કાર્યો કરતો રહીશ.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, બહેનો અને યુવાનોની ઈચ્છા હતી કે, હું રાજકારણમાં પ્રવેશ કરું. જયારે વડીલોએ રાજકારણમાં જવાની ચોખ્ખી ના કહી છે. તેથી હાલ પુરતું રાજકારણમાં જોડાવવાના નિર્ણયને મોકૂફ રાખું છું. ખોડલધામ તમામ સમાજને સાથે રાખીને ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "આતુરતાનો આવ્યો અંત- ખોડલધામ ચેરમેન નરેશ પટેલે રાજકીય પ્રવેશ અંગે કરી મોટી જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*