કબીર સિંહ ની કીયારા અડવાણીને ફિલ્મી દુનિયામાં આવી ત્યાં સુધી લાગતો હતો આ ભયાનક ડર

Published on: 12:49 pm, Tue, 17 November 20

કિયારા અડવાણી માટે છેલ્લો થોડો સમય પ્રોફેશનલ સ્તર પર ખુબ જ સારો પુરવાર થયો છે. કિયારા અડવાણીની વર્ષ 2019માં બે મુવી રીલિઝ થઈ હતી. મુવી ‘કબીર સિંહ’ તેમજ ‘ગુડ ન્યૂઝ’માં કિયારા દ્વારા એકબીજાથી એકદમ જુદા કેરેક્ટર્સ પ્લે કરવામાં આવ્યા હતા તેમજ આ બન્ને મુવીએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાલ કિયારા અડવાણી પોતાની મુવી ‘ગિલ્ટી’ને લઈને ચર્ચામાં રહી છે. Netflix ઓરિજિનલ મુવી ‘ગિલ્ટી’માં કિયારા અડવાણીએ મોર્ડન ગર્લનો રોલ પ્લે કર્યો છે તેમજ કિયારા અડવાણીએ હાલનાં સમયમાં જ મુવી તેમજ પોતાનાં રોલ્સની સાથે સંકળાયેલી ઘણી વાતો શેર કરી છે.

કિયારા અડવાણીએ જણાવ્યું કે, જ્યારે મેં મારું કરિયર ચાલુ કર્યું હતું, તો હું દરરોજ પ્રાર્થના કરતી હતી કે, હું સ્ટીરિયોટાઈપ ન થાવ. હું અનેક અભિનેત્રીને જોતી હતી કે, કેવી રીતે તે ઈન્ડસ્ટ્રીમાં એક જ પ્રકારનાં રોલ્સ કરે છે, પણ મને જે મૂવીની ઓફર થઈ હતી તે એકબીજાથી એકદમ જુદી હતી. હું આ રોલ્સ માટે સ્પેશિયલ પ્રસાસ કરી રહી ન હતી, પણ મારું નસીબ સારું છે કે, મને જુદી જુદી પ્રકારની ઓફર્સ માટે અપ્રોચ કરવામાં આવી છે.

કિયારા અડવાણીએ ઉપરાંત જણાવ્યું હતું કે, હું ખુબ જ લકી છું કે, લોકોએ મને એક્ટર તરીકે લિમિટેડ સમજી નહિ તેમજ મને જુદા જુદા પ્રકારનાં ઘણા રોલ કરવા મળ્યા છે. ‘કબીર સિંહ’માં પ્રીતિનું કેરેક્ટર પ્લે કર્યા પછી મને લોકપ્રિયતા મળી પણ ત્યાર બાદ ‘ગુડ ન્યૂઝ’ આવી તેમજ બધા લોકોને થયું કે, આ પંજાબી છોકરીની પણ એક્ટિંગ  કરી શકે છે. હાલ મુવી ‘ગિલ્ટી’ને લઈને પણ ઘણો સારો રિસ્પોન્સ માવ્યો છે જેને લઈ હું ખુબ જ ખુશ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle