હવે ભેંસો પણ સુરક્ષિત નથી: ભેંસનું અપહરણ કરીને માલિક પાસેથી લાખોની ખંડણી માગી.

Published on: 6:44 pm, Wed, 31 July 19

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં અપહરણની એક ગજબ ઘટના સામે આવી છે. ઉજ્જૈનમાં કોઇ માણસનું નહીં પણ  ભેંસના અપહરણની ઘટના બની છે, અને તે પણ પહેલી વાર નહીં બીજી વાર. અપહરણકારોએ આ વખતે ભેંસના માલિક પાસેથી પહેલા કરતા પણ વધારે રકમ માંગી છે.

17.2 1 » Trishul News Gujarati Breaking News

ઉજ્જૈનની રહેવાસી મહિલા અંગુરબાલા હાડાને મોડી રાત્રે ફોન આવ્યો કે તેની ભેંસનું અપહરણ કર્યુ છે અને આ વખતે તેમને પહેલા કરતા પણ વધારે પૈસા જૈઇએ છે. અંગુરબાલા હાડા એક ડેરીની માલિક છે અને તેની પાસે મુર્રાહ જાતિની ઘણી ભેંસો છે,

આ એક ભેંસની કિંમત એકથી બે લાખ સુધીની હોય છે. અંગુરબાલાએ જણાવ્યુ કે આ પહેલા પણ ગુંડાઓએ તેમની ભેંસોનું અપહરણ કર્યુ હતું. ત્યારે તેણે ભેસને છોડાવવા માટે 1 લાખ 35 હજાર રૂપિયા આપ્યા હતાં.  બરાબર એક વર્ષ બાદ ફરીથી 28 જુલાઇના રોજ તેની ચાર ભેંસો ગુમ થઇ છે.

17.1 1 » Trishul News Gujarati Breaking News

સીસીટીવી કેમેરામાં જોયું તો કેટલાક લોકો ભેંસોને લઇ જતાં નજરે પડયા છે. તેણે જુના સુત્રો પાસેથી જાણકારી મેળવી તો ખબર પડી કે આ વખતે પણ તે જ લોકોેએ ભેંસોનું અપહરણ કર્યુ છે. આ વખતે અપહરણકારોની વાત માનવાને બદલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું છે કે આ વાત આ વિસ્તારમાં નવી નથી.