સુરતમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલમાં ટ્રક ડ્રાઇવરનું અપહરણ- વિડીયો વાયરલ થતા દોડતું થયું તંત્ર

સુરત (Surat)માં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જ જાય છે. હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુરતમાં ખુલ્લેઆમ કેટલાંક અસામાજિક તત્વોએ ધોળા…

સુરત (Surat)માં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જ જાય છે. હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુરતમાં ખુલ્લેઆમ કેટલાંક અસામાજિક તત્વોએ ધોળા દિવસે ફિલ્મી ઢબે ટ્રક(Truck) ડ્રાઈવરનું અપહરણ કર્યું છે. જેનો વીડિયો વાયરલ થયો છે. ટ્રક ડ્રાઈવર રાજપીપળા (Rajpipla)ના બોધેલીથી રેતી ભરેલી ટ્રક લઈને આવતો હતો.

આ દરમિયાન ડ્રાઈવરને 5થી 6 મહિનાનો પગાર ન મળતા ડ્રાઇવરે રાજપીપળા હાઈ-વે પર ટ્રક અટકાવી દીધી. આથી વિજય નાગેશ્રી નામના ટ્રક માલિકે અન્ય 2 લોકો સાથે મળીને ડ્રાઈવરનું ધોળા દિવસે અપહરણ કર્યું હતું. અપહરણ કરતી વેળાએ આરોપીઓએ ડ્રાઈવરને માર પણ માર્યો છે. બાદમાં તેને જબરદસ્તીથી ડેકીમાં બેસાડી દીધો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી:
સલામત ગણાતા ગુજરાતમાં પણ હવે ક્રાઈમ વધતા જ જાય છે. સુરતમાં ખુલ્લેઆમ ધોળા દિવસે આ રીતે ટ્રક ડ્રાઇવરનું અપહરણ કરાયાના દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે, જાણે ગુજરાતમાં પણ હવે બિહાર જેવી સ્થિતિ સર્જાઇ હોય. ગુજરાતમાં પણ અમાનવીય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ દરેક સ્થિતિ જોતા ગુજરાતમાં જાણે કે કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *