ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગના હવાલાથી પરમાણુ કૂટનીતિને સક્રિય રાખવા માટે અમેરિકા દ્વારા નોંધપાત્ર છૂટ આપવાના વચનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “પરંતુ સાથો સાથ તમને ખબર નથી હોતી કે કયારે શું થઇ જાય.”
તેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના કોરિયા બાબતોના ઉચ્ચ અધિકારીઓ એશિયામાં છે. નાયબ વિદેશ પ્રધાન સ્ટીફન બીગન સિઓલમાં દક્ષિણ કોરિયાના અધિકારીઓની મુલાકાત બાદ જાપાનની મુલાકાતે આવ્યા છે. સિઓલમાં, તેમણે ઉત્તર કોરિયાના વરિષ્ઠ પરમાણુ વાર્તાકાર પર જૂની વિચારસરણીને વળગી રહેવાનો આરોપ મૂક્યો છે. તેમની ટિપ્પણીઓ સૂચવે છે કે ઉત્તર કોરિયાનું દબાણ હોવા છતાંય અમેરિકા વાર્તાને પુન:સ્થાપિત કરવાને બદલે પ્રતિબંધોમાં છૂટ છાટ આપવા માંગતું નથી.
કિમ યો જોંગે કહ્યું, “કંઈપણ આશ્ચર્યજનક હોઈ શકે છે અને તે બે ટોચના નેતાઓના નિર્ણય પર આધારિત છે.” કિમ જોંગ ઉનનીની બહેને કહ્યું કે જો શિખર વાર્તાની જરૂર હોય તો તે યુ.એસ.ની જરૂરિયાત છે. જ્યારે ઉત્તર કોરિયા માટે તે ‘અવ્યવહારુ છે અને તેનાથી અમારો કોઈ ફાયદો નથી.’ કિમ યો જોંગ ની બહેન તેના ભાઈની વિશ્વાસપાત્ર છે અને તાજેતરમાં તે ઉત્તર કોરિયાના મામલામાં ખૂબ જ સક્રિય રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news