ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર યોજાયો અનોખો ડાયરો- કીર્તિદાન ગઢવીના ડાયરામાં પૈસા સાથે થયો રોટલા-રોટલીનો ઢગલો

Patan Kirtidan Gadhvi Dayro: પાટણ શહેરમાં એક અનોખો અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો લોક ડાયરો યોજવામાં…

Patan Kirtidan Gadhvi Dayro: પાટણ શહેરમાં એક અનોખો અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો લોક ડાયરો યોજવામાં આવે ત્યારે કલાકાર પર રૂપિયાનો વરસાદ કરવામાં આવતો હોય છે, પરંતુ પાટણમાં રોટલીયા હનુમાન મંદિર(Rotaliya Hanuman Temple)ના પહેલા પાટોત્સવમાં રૂપિયાના વરસાદની સાથે સાથે રોટલી અને રોટલાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય લોકડાયરામાં કીર્તિદાન ગઢવી(Kirtidan Gadhvi) હાજર હતા અને તેમના પર રોટલા-રોટલીનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 50 હજાર જેટલા રોટલા-રોટલી એકઠાં થયા હતા. જે રોટલા-રોટલીનો ઉપયોગ અબોલ પશુઓ માટે કરવામાં આવશે.

જો વાત કરવામાં આવે તો 16 એપ્રિલના રોજ રાત્રે 8 વાગ્યાની આજુબાજુ મલ્હાર બંગલોઝ પસે, દૂધ શીત કેન્દ્ર હોસાપુરની પાછળ, પાર્થ ગોડાઉન પાસે, હોસાપુર પાટણ લિંક રોડ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટલીયા હનુમાન દાદાના પ્રથમ પાટોત્સવ પ્રસંગે આ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ લોક ડાયરામાં શ્રોતાગણ દ્વારા રૂપિયાની સાથે રોટલા-રોટલીનો વરસાદ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, રોટલીયા હનુમાન મંદિરના પ્રથમ પાટોત્સવ હેઠળ કીર્તિદાન ગઢવીના જે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેની આમંત્રણ પત્રિકામાં એક અનોખી ખાસ નોંધ તેમાં લખવામાં આવી હતી. જેમાં લખતા જણાવ્યું હતું કે, ડાયરો જોવા માટે પ્રવેશ ફી પેટે એક બાજરીનો રોટલો કે ઘંઉની રોટલીઓ ફરજિયાત લાવવાની રહેશે.

જો વાત કરીએ તો ડાયરામાં પણ પ્રત્યેક વ્યક્તિને 10 રોટલી સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ભવ્ય ડાયરાની શરૂઆત થતાં જ રૂપિયાની સાથે રોટલા-રોટલીનો વરસાદ શરૂ થઇ ગયો હતો. આ લોક ડાયરામાં હાજર રહેલા ભાવિકો દ્વારા 10 લાખની ઘોળ કરવામાં આવી હતી. જ્યારે 50 હજાર જેટલા રોટલા-રોટલી ભેગા થયા હતા.

લોક ડાયરામાં ઉપસ્થિત કીર્તિદાન ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, આપણી પરંપરા અનુસાર, જીવદયા માટે હર હંમેશા લોકો આગળ આવી રહ્યા છે અને દાનનો વરસાદ કરે છે, ત્યારે પાટણ ખાતે આવેલા આ રોટલીયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણની જગ્યાએ ભગવાનને રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે અને આ રોટલા-રોટલીનો જીવદયામાં ઉપયોગ કરવામાં આવે છે.

વધુમાં કીર્તિદાન ગઢવીએ જણાવતા કહ્યું કે, મેં અનેક કાર્યક્રમ ડાયરાના કર્યા, જેમાં રૂપિયાનો વરસાદ થાય છે, પણ આ લોક ડાયરામાં રૂપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ખડકલા કરી દીધા. જે જીવદયાનું કામ કર્યું છે, તો હું અપીલ કરી રહ્યો છું કે જ્યારે પણ રોટલીયા હનુમાન મંદિર જાવ તો ભગવાનને ચઢાવવામાં માટે  રોટલો કે રોટલી લઇને જજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *