માતા-પિતા ન હોય એવી લાડકવાયી દીકરીઓનો તમામ ખર્ચો ઉઠાવશે કીર્તીદાન ગઢવી- વિદેશની ધરતી પર કરી જાહેરાત

થોડા દિવસમાં ગુજરાતીના મનપસંદ તહેવાર (Festival) નવરાત્રી (Navratri) ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. હાલમાં એક ગર્વ થાય એવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા…

થોડા દિવસમાં ગુજરાતીના મનપસંદ તહેવાર (Festival) નવરાત્રી (Navratri) ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. હાલમાં એક ગર્વ થાય એવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા (America) ની ધરતી પર રાજકોટ (Rajkot) ના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi)ના ગરબાનું અદભૂત આયોજન થયું હતું.

કોઈનું ભલું ઈચ્છીને જો કોઈ કાર્ય કરવામાં આવે તો દિવ્ય શકિતઓ પણ એમાં મદદ કરતી હોય છે. એવા કેટલાક ઉદાહરણ સામે આવતા હોય ત્યારે કિર્તીદાન ગઢવી પણ હાલમાં આનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયા છે તેમજ લોક સંગીત, ગરબા દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે.

આ પ્રવાસમાં એક નવી જ યોજનાની એમણે જાહેરાત કરી છે કે, જેનો સંબંધ ઢોલના તાલ સાથે જ નહીં પણ હ્ર્દયના ધબકાર સાથે પણ રહેલો છે. કિર્તીદાન ગઢવી એ ગાયેલી પ્રખ્યાત રચના ‘તેરી લાડકી મેં’.ગીત કોક સ્ટુડિયોથી લઈને ઘરે-ઘરે ગુંજી ઉઠ્યું છે. વજ્ર જેવા કઠણ હ્ર્દય વાળો વ્યક્તિ પણ આ ગીત સાંભળીને પીગળી જાય એવું આ ગીત છે.

આવ સમયે આ ગીતને કેટલાક લોકો તો આધુનિક કાળજા કેરો કટકો… ગીત પણ ગણાવી રહ્યા છે એટલે કે પુત્રી પ્રત્યેનો ભાવ એમાં પ્રગટ થયો હોવાનું જણાવી રહ્યું છે. 17 સપ્ટેમ્બરનાં રોજ શિકાગોમાં કિર્તીદાન ગઢવીએ હ્ર્દયના ઊંડાણથી આ રચના રજૂ કરી હતી.

કિર્તીદાન ગઢવી આ રચના ગાઈ રહ્યા હતા ત્યારે સ્ટેજ પર કેટલીક દીકરીઓ પહોંચી ગઈ હતી. આ ગીત ગાવામાં પણ એમણે સાથ આપ્યો હતો. કેટલીક દીકરી-માતાઓ ભાવ વિભોર થઈને રડી પણ પડ્યા હતા. સુરની, કંઠની, શબ્દોની કેવી અસર? વતનથી દૂર બેઠેલા ભારતીયો પણ આપણા શબ્દો સાંભળીને પીગળી ગયા હતા. શો તો પૂર્ણ થયો પણ ત્યાંથી એક વિચારની શરૂઆત થઈ હતી.

ડલાસમાં જયારે તેઓ ભોજન લઈ રહ્યા હતા ત્યારે કિર્તીદાન ભાઈ તેમજ બી યુનાઈટેડ સંસ્થાના અમિત પાઠકને વિચાર આવ્યો હતો કે, કોરોના કાળમાં તો કેટલીય લાડકી અનાથ થઈ હશે?! સમગ્ર દેશ માટે સરહદ પર જીવ દઈ દેનાર શહીદોની દીકરી માટે પણ કઈક કરવું જોઈએ. જેથી કિર્તીભાઇએ ગાયેલા આ ગીતનું નામ નવા પ્રોજેક્ટને અપાયું હતું.

લાડકી પ્રોજેક્ટ હેઠળ કોરોના વખતે જેમણે માતા પિતાનું છત્ર ગુમાવ્યું છે એવી તેમજ સૈનિકોની એવી દીકરી કે, જેમના પિતા નથી એમના શિક્ષણ, ઘડતર વગેરે માટે આર્થિક ભંડોળ ઊભું થશે. જેનું તમામ સંચાલન બહેનો કરશે. વિદેશથી લઈને ભારતના ગામની બહેનો એમાં ભાગ લેશે.

જ્યારે બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવી જ રહેશે. ગર્વની વાત તો એ છે કે, આ યોજનાની જાહેરાતના સૌપ્રથમ જ દિવસે દોઢ કરોડની માતબર રકમ આ યોજના માટે એકઠી થઈ ચુકી છે ત્યારે કીર્તીદાન ગઢવી જણાવે છે કે, આ તો હજુ શરૂઆત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *