આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ પર કરવામાં આવ્યું  કિસાન સંસદનું આયોજન, ઉપસ્થિત રહ્યા આ દિગ્ગજ આંદોલનકારીઓ

રાજસ્થાન(Rajasthan): દેશભરમા ચાલી રહેલ કૃષિ બિલ ના વિરોધ ને લઈ ને દિલ્હી(Delhi) ખાતે પાછલા ઘણા સમય થી આંદોલન(Movement) ચાલી રહ્યું છે વિપક્ષના ઘણા બધા રાજકિય…

રાજસ્થાન(Rajasthan): દેશભરમા ચાલી રહેલ કૃષિ બિલ ના વિરોધ ને લઈ ને દિલ્હી(Delhi) ખાતે પાછલા ઘણા સમય થી આંદોલન(Movement) ચાલી રહ્યું છે વિપક્ષના ઘણા બધા રાજકિય પક્ષો એ પણ આ બિલના વિરોધ મા ખેડૂતો ને સમર્થન જાહેર કર્યું છે ખાસ હરિયાણા(Haryana), પંજાબ(Punjab) અને રાજસ્થાન ના ખેડૂતો આ બિલના વિરોધ મા ઉગ્ર દેખાવો કરી ચૂક્યા છે અને હજુ પણ ચાલી રહેલ આંદોલન ભવિષ્ય મા સમગ્ર દેશવ્યાપી બને તેની હિલચાલ ચાલી રહી છે.

ત્યારે આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ એટલે તારીખ 15 સપ્ટેમ્બર ના રોજ રાજસ્થાન ના જયપુર ખાતે બિરલા ઓડીટોરિયમ મા હિંમતસિંહ ગુજ્જર દ્વારા કિસાન સંસદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ સમગ્ર દેશ મા ચાલી રહેલ કિસાન આંદોલન ના નેતાઓ ગુરનામ સિંહ ચઢુંની, ગુરનમીત માંગટ, બલવીર રજેવાલ, અભિમન્યુ કોહાડ, મંજીતસિંહ રાય, આત્મજીતસિંહ, અમરજીત મોરી, ચડિયલા સાબ, દર્શન પાલજી અને સુરેશ ખોત સહિત અનેક કિસાન આંદોલનકારીઓની ઉપસ્થિતીમા સંસદની પ્રણાલી મુજબ કિસાન સંસદનું આયોજન કરાયું હતું.

તેમાં ગુજરાતમાંથી પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારી યુવાન ધાર્મિક માલવિયા તથા તેમની ટીમ અને ગાંધીનગર થી આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયા ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું બનેં આંદોલનકારી નેતાઓ દ્વારા કિસાન સંસદમા સાંસદ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા ધાર્મિક માલવિયા દ્વારા સાંસદ તરીકે ઉપસ્થિત રહી ને ત્રણેય કિસાન બિલો નો વિરોધ નોંધાવ્યો હતો તથા ઝીરો અવર્સમા પણ તેમણે ગુજરાત ના ખેડૂતોની મુશ્કેલી ની સાથે સાથે પાક ના ભાવો MSPનો કાયદો સરકાર દ્વારા ખેડૂતોના હિતમા લાવવામાં આવે તથા વેહલી તકે જણગણના કરવામાં આવે અને દેશના પછાત અને વંચિત લોકો ને આરક્ષણ ના યોગ્ય લાભ આપવામાં આવે તેવી વાત મૂકી હતી.

આવનારા દિવસોના ખેડુત આંદોલનકારીઓ ગુજરાતની મુલાકાતે આવે તથા સાથે સાથે હરિયાણા ના જાટ સમુદાય અને મહારાષ્ટ્ર ના મરાઠા સમુદાય ના આંદોલનકારીઓ પણ ગુજરાત ની મુલાકાતે આવે અને ગુજરાત ના પાટીદાર સમાજ ની અનામત ની માંગ મા સહભાગી થઈ તમામ લોકો એકજૂટ થઈ ખેડુત આંદોલન અને આરક્ષણ આંદોલનને આગળ ધપાવી તેમનો સુખદ ઉકેલ આવે તે દિશામા લડાઈ આગળ લઈ જાય તેવી રણનિતી તૈયાર કરવાની તૈયારી દર્શાવી હતી. આ કિસાન સંસદને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી ને ટ્વિટર દ્વારા તેમને સમર્થન જાહેર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *