જેપનીસ તાવના કારણે ભારતમાં 150થી વધુ બાળકોના મોત. જાણો આ નવી બીમારીના લક્ષણો અને ઉપાય.

ભારતમાં રોગચાળાને કારણે દર વર્ષે ઘણા બાળકો, યુવાનો અને ઘરડા લોકોના મૃત્યુ થાય છે. અને રોગચાળાનું કારણ માત્ર એટલું જ હોય છે કે જયા હોય…

ભારતમાં રોગચાળાને કારણે દર વર્ષે ઘણા બાળકો, યુવાનો અને ઘરડા લોકોના મૃત્યુ થાય છે. અને રોગચાળાનું કારણ માત્ર એટલું જ હોય છે કે જયા હોય ત્યાં ગંદકી. તેના કારણે વાતવરણ માં રોગ ફેલાય છે અને લોકોને શિકાર બનાવે છે.

જેપનીસ તાવ એટલે કે ઇન્સેફલાઇટિસનો પ્રકોપ દેશમાં આશરે 20 રાજ્યોમાં જોવા મળે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં વર્ષ 2017માં જાપાની તાવને કારણે એક જ દિવસમાં 30 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. આ વર્ષે પણ આ બીમારીની ઝપેટમાં 150થી વધુ બાળકોનો જીવ ગયો છે. WHO મુજબ, આ બીમારીનો પ્રથમ કિસ્સો વર્ષ 1871માં સામે આવ્યો હતો. મચ્છરોથી ફેલાતાો આ વાઇરસ ડેન્ગ્યુ, કમળો અને પશ્ચિમી નીલ વાઇરસની પ્રજાતિનો છે.

શું છે ઇન્સેફલાઇટિસ ?

ઇન્સેફલાઇટિસ એક જીવલેણ બીમારી છે. આ બીમારીથી વ્યક્તિના મગજમાં સોજો આવે છે. તેના માટે તત્કાળ સારવારની આવશ્યક્તા હોય છે. આ બીમારીનો શિકાર કોઈ પણ હોઈ શકે છે, પરંતુ તેનો સૌથી વધુ શિકાર બાળકો અને વડીલો થાય છે.

લક્ષણો.

જાપાની તાવમાં બાળકોની વિચારવાની અને સાંભળવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. ભારે તાવ સાથે વારંવાર ઊલટી થાય છે. આ બીમારી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વધારે ફેલાય છે. તે 1થી 14 વર્ષનાં બાળકોને પોતાની ઝપેટમાં લે છે.

ઉપાય.

  • નવજાત બાળકોનું સમયસર રસીકરણ કરાવો.
  • સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો.
  • ગંદું પાણી જમા ન થવા દો.
  • ચોખ્ખું અને ઉકાળેલું પાણી પીવો.
  • નજીવો તાવ આવે તો પણ ડોક્ટર પાસે જઈને સારવાર કરાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *