એક એવું ગામ કે જ્યાં લોકો અડધા અંગ સાથે જ પોતાનું જીવન જીવે છે, ગામના દરેક લોકોને છે ‘એક જ કીડની’

બધાને ખબર જ હશે કે મનુષ્યના શરીરમાં કિડની ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ માણસ એક કિડનીનાં સહારે પણ જીવી શકે છે. ત્યારે જાણવા…

બધાને ખબર જ હશે કે મનુષ્યના શરીરમાં કિડની ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ માણસ એક કિડનીનાં સહારે પણ જીવી શકે છે. ત્યારે જાણવા મળ્યું છે કે, અફઘાનિસ્તાન(Afghanistan)માં એક ગામ આવેલ છે જ્યાં લોકોના પેટમાં બે નહી પરંતુ એક જ કિડની છે. જયારે એક કિડનીનાં સહારે એક-બે માણસ નહિ પરંતુ સેંકડો લોકો છે. આ કહાની હેરાત શહેરની નજીક આવેલ શેનશાયબા બજાર નામના ગામની છે. અહીંના મોટાભાગના લોકો એક જ કિડનીના સહારે જીવતા હોવાથીઓ આ ગામને ‘વન કિડની વિલેજ’ (One Kidney Village) તરીકે પણ ઓળખવામાં આવે છે.

શું કારણ છે એક કિડની પર જીવવાનું:
આ સંભાળતા જરૂર તમારું દિલ હચમચી ગયું હશે. કહેવાય છે કે આ લોકોને કોઈપણ શારીરિક ખોડ નથી પરંતુ ગરીબી અને લાચારીના કારણે આ લોકોએ તેઓની એક કિડની વેચી દીધી છે. અહીં ગરીબી અને લાચારી એવી છે કે, લોકોને જમવાની થાળી અને શરીરના અંગોમાંથી કોઈ એક વસ્તુને જ પસંદ કરવું પડે છે જેથી તેઓ પોતાના અંગ વેચવાનું પસંદ કરે છે. મળતી માહિતી અનુસાર આ તમામ તાલિબાન શાસનના આગમન પછી શરુ કરવામાં આવ્યું હતું. જયારે આ નાનકડા ગામમાં મોટાભાગના લોકોએ પોતાની કિડની વેચીને ગુજરાન ચલાવી રહ્યા છે. તેમજ અહીંના લોકો કીડની વેંચીને જે પણ પૈસા આવે છે તેનાથી તેઓ કાં તો તેનું દેવું ચૂકવ્યું છે અથવા તેના પરિવારનું ભરણપોષણ કરે છે. કાળાબજારમાં કિડની વેચવીએ અહીંના લોકો માટે સામાન્ય વાત માનવામાં આવે છે.

ભોજન મળતા ગુમાવવી પડી પોતાની તબિયત:
મળતી માહિતી અનુસાર ગામના મોટાભાગના સ્ત્રી-પુરુષોએ પોતાની એક કિડની વેચી દીધી છે. જયારે અફઘાનિસ્તાનમાં અંગોના વેચાણના આવા રેકેટ પર કોઈ સીધુ નિયંત્રણ ન હોવાનું કહેવામાં આવે છે. જયારે પણ  દાતાની લેખિતમાં પરવાનગી મળે ત્યારે તેઓ તરત જ પોતાની કિડની કાઢવા માટે તૈયાર થઇ જાય છે. મળતી માહિતી અનુસાર એક કિડનીની કિંમત 2 લાખ 21 હજાર રૂપિયાથી લઈને 250,000 અફઘાની ચલણમાં આ કીડની વેચાય છે. જયારે મોટાભાગના લોકો જેમણે કિડની વેચી છે તે લોકોનું કહેવું છે કે, તેઓને ક્યારેક પસ્તાવો થાય છે. તેઓ હવે સરખી રીતે કામ કરી શકતા નથી કારણ કે તેઓને પીડામાં થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *