અરે બાપ રે! આટલા કરોડની સંપત્તિના માલિક છે ગૃહમંત્રી અમિત શાહ, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો

Published on: 10:26 am, Sat, 23 October 21

ગઈકાલે જ એટલે કે, 22 ઓકટોબરે આપણા દેશના કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહ (Amit Shah) નો જન્મદિન હતો. આપને જણાવી દઈએ કે, તેઓ હાલની ભાજપ સરકાર (BJP government) ના મજબૂત નેતાઓ પૈકીના એક છે. અમિતશાહ તેમના રોકણ માટે રાજકારણીઓમાં ખૂબ જાણીતા બન્યા છે. 31 માર્ચ 2021ના રોજ જાહેર કરાયેલ સંપત્તિ પ્રમાણે તેમની પાસે અંદાજે 38 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

બેંકમાં કેટલા પૈસા છે?
31 માર્ચ 2021ના રોજ જાહેર કરાયેલ તેમની આવક પ્રમાણે, અમિત શાહ પાસે અંદાજે 15,000 રૂપિયા રોકડ તેમજ અંદાજે 32 લાખ રૂપિયા બેંકમાં રહેલા છે. આની સિવાય તેમણે 3,40,908 રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ કરેલી છે. અમિત શાહ તેમની રોકાણની આદત માટે ખૂબ જ જાણીતા છે.

તેમણે અનેકવિધ સિક્યોરિટીઝમાં અંદાજે 23.45 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. આની સિવાય અમિત શાહ પાસે 51 લાખ રૂપિયાના દાગીના તેમજ 3 લાખ રૂપિયાની અવતરણિત સુરક્ષા રહેલી છે. તેમની પાસે 15.56 લાખ રૂપિયાની વીમા પોલિસી પણ રહેલી છે.

અમિત શાહ કેટલી મિલકતોના માલિક છે ?
અમિત શાહની ગુજરાતમાં અંદાજે 5.71 કરોડની સંપત્તિ છે કે, જેમાં ખેતીની જમીન, રહેણાંક મકાન તથા ઓફિસ સામેલ છે. તેમની પાસે વડનગરમાં 10.47 એકર ખેતીની જમીન છે કે, જેની કિંમત અંદાજે 80 લાખ રૂપિયા છે. આ ખેતીની જમીનમાં અમિત શાહનો 40% ભાગ છે. આની સિવાય તેમની પાસે અમદાવાદમાં 1.4 એકર ખેતીની જમીન છે કે, જેની કિંમત 45,61,280 રૂપિયા રહેલી છે.

અમિત શાહની ગુજરાતમાં 5.71 કરોડની સંપત્તિ છે:
અમિત શાહની ગુજરાતમાં અંદાજે 5.71 કરોડની સંપત્તિ રહેલી છે કે, જેમાં ખેતીની જમીન, રહેણાંક મકાન તથા ઓફિસ સામેલ છે. એમની પાસે વડનગરમાં 10.47 એકર ખેતીની જમીન રહેલી છે કે, જેની કિંમત હાલમાં 80 લાખ રૂપિયા રહેલી છે.

આ ખેતીની જમીનમાં અમિત શાહનો 40% હિસ્સો રહેલો છે. આની સિવાય તેમની પાસે અમદાવાદમાં પણ 1.4 એકર ખેતીની જમીન છે કે, જેની કિંમત 45,61.280 રૂપિયા રહેલી છે. જયારે ગાંધીનગરમાં તેમના નામે રહેણાંક મિલકત પણ છે. 3511.43 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ પ્રોપર્ટીની કિંમત 71 લાખ રૂપિયા છે.

આની સિવાય અમિત શાહની અમદાવાદમાં 1.50 કરોડની રહેણાંક મિલકત પણ રહેલી છે. અમિત શાહના નામ પર ઓફિસ તથા દુકાન પણ સામેલ છે. તેમની પાસે અમદાવાદમાં 1.55 કરોડ રૂપિયાની 2,690 ચોરસ ફૂટની ઓફિસ તથા 68.83 લાખની દુકાન સામેલ છે.

ગૃહમંત્રી અમિત શાહને તેમની માતા પાસેથી 7.85 કરોડ રૂપિયાની સંપત્તિ વસિયતનામા તરીકે મળી છે કે, જેમાં અમદાવાદમાં 6 કરોડ રૂપિયાની બિનખેતી જમીન સિવાય અન્ય મિલકત પણ સામેલ છે. અમિત શાહની આવકની વિગતો પ્રમાણે તેમની પાસે અંદાજે 15.77 લાખ રૂપિયાની જવાબદારી પણ રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.