ડી માર્ટ કે મોલ વાળા થેલી ના રૂપિયા માંગે તો આ સમાચાર ખાસ વાંચજો- મોલ વાળા દોડતા થઇ જશે

ડી માર્ટ થેલીના પૈસા લેતી હોવાતી તેને ગ્રાહક અદાલતમાં પડકારવામાં આવી હતી. કેરી બેગના વેચાણની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતોએ રાજ્યમાં બે…

ડી માર્ટ થેલીના પૈસા લેતી હોવાતી તેને ગ્રાહક અદાલતમાં પડકારવામાં આવી હતી. કેરી બેગના વેચાણની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતોએ રાજ્યમાં બે હાઈપરમાર્કેટને બેગની કિંમત પરત કરવા આદેશ આપ્યો છે. અદાલતોએ બેગના વેચાણને અયોગ્ય વેપાર પ્રથા ગણાવીને ગ્રાહકોને વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાને કારણે, મફત કેરી બેગ ઉપલબ્ધ નહોતી કરાઈ.

રાજકોટમાં કન્ઝ્યુમર કોર્ટે રાજકોટના કાલાવડ રોડ સ્થિત ડીમાર્ટને એપ્રિલ 2019 માં એક કેરી બેગ પર રૂ.6,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ચૂકાદાથી વકીલ સંજય આંબાલીયાને બેગના રૂ.16 પરત મળશે. હુકમ મુજબ 7% વ્યાજ સાથે પરત આપવો.

આ પહેલા પણ માર્ચ મહિનામાં આવેલા ડી માર્ત વિરુદ્ધના એક ચુકાદામાં ગ્રાહક રાજકોટ ખાતેના સ્ટોરમાં ખરીદી કરવા ગયેલા ત્યારે ફરીયાદીએ જુદી જુદી ૩૫ વસ્તુઓ ખરીદ કરેલ હોય ડી માર્ટ તરફથી રૂ. ૧૬ની એક એવી બે કેરી બેગ કિંમત ચુકવવાની ફરજ પડી હતી. હકીકતમાં સ્ટોર માલીકે કેરી બેગ ગ્રાહકને વિનામુલ્યે પુરી પાડવી જોઇએ તેના બદલે રૂ. ૩૨ વસુલ કરેલ ફરીયાદી જાગૃત ગ્રાહકે  આ અંગે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ કરી હતી.

ત્યારે પણ ગ્રાહક કોર્ટે એક મહત્વનો ચુકાદો આપીને  ફરીયાદી ગ્રાહકને  થયેલ માનસીક ત્રાસ અંગે રૂ. ૫ હજાર વળતર પેટે તેમજ અરજી ખર્ચના રૂ. ૧૦૦૦ મળી કેરી બેગના વસુલ કેરલ રૂ. ૩૨ પણ ફરીયાદ થયેલ તારીખથી ૭ ટકાના ચડત વ્યાજે ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.

M.R.P વધુ કિમતો લેનારને હવે ૫ લાખનો દંડ-૨ વષૅની જેલ

હાલમાં M.R.P થી વધુ કિમતો લેવાની પ્રથમ ભુલ ૨૫ હજાર દંડની બીજી વખત માટે હાલમાં ૫૦ હજાર દંડની જોગવાઈ ને વધારીને ૨.૫ લાખ અને ત્રીજી વખતના ગુન્હા માટે હાલમાં ૧ લાખ દંડ છે તે વધારીને ૫ લાખ તથા ૨ વષૅ ની સજાની જોગવાઈ ટુંક સમયમાં આવી રહી છે.

M.R.P થી વધુ ભાવ લેવાતા હોયતો કયાં ફરિયાદ કરશો?

૧૮૦૦-૧૧-૪૦૦૦ કન્ઝયુમર ટોલ ફી નં ઉપર ફરિયાદ દાખલ કરી શકો છો. +૯૧-૮૧૩૦૦૦૯૮૦૯ ઉપર s.m.s કરી પુરી. વિગત આપી શકો છો. કન્ઝયુમર ખાતાની વેબસાઈટ consumerhelpline.gov.in ઉપર ઓનલાઈન ફરીયાદ રજુ કરી શકાય છે. જાગૃતતાના આભાવે બહૂ ઓછો લોકો ફરિયાદ કરે છે જેમાં ગુજરાતમાં કુલ ૧૯ જ ફરીયાદો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *