AAP સાથે ના રહેનારા મહેશભાઈ સવાણી કાયર! જાણો AAPના કયા નેતાઓએ શાયરી કરી કર્યો ઈશારો

ગુજરાતની રાજનીતીમાં ગરમાટો લાવનારી આમ આદમી પાર્ટી(AAP) હમેશા મોટા મોટા દાવા કરતી રહી છે. સુરત મહાનગર પાલિકા સિવાય કશે પણ તે દવાઓ સાચા પડ્યા નથી.…

ગુજરાતની રાજનીતીમાં ગરમાટો લાવનારી આમ આદમી પાર્ટી(AAP) હમેશા મોટા મોટા દાવા કરતી રહી છે. સુરત મહાનગર પાલિકા સિવાય કશે પણ તે દવાઓ સાચા પડ્યા નથી. પરંતુ ગાંધીનગરની ચુટણીમાં ખરાબ પરિણામ બાદ પાર્ટીમાં આંતરિક વિખવાદ દેખાઈ રહ્યો હતો. ઘણા નેતાઓ પોતાને પક્ષથી અલગ કર્યા હતા. ગત સમયમાં ભાજપા પ્રદેશ કાર્યાલય પર AAP નેતાઓના પ્રદર્શન બાદ સંગઠનમાં મોટી તિરાડો પડી હતી એવું મનાઈ રહ્યું છે

ગત રોજ એક જ દિવસમાં આમ આદમી પાર્ટી માથી ત્રણ ત્રણ નેતાઓ એ રાજીનામ આપ્યા જેમાં બે ચહેરા તો આપ ના મોટા ચહરા હતા. લોક ગાયક વિજય સુવાળા (Vijay Suvada) અને પાટીદાર નેતા ઉધોગપતિ મહેશભાઇ સવાણી (MAHESH SAVANI). આ બે નેતાઓ ના રાજીનામાં બાદ AAP સંગઠનમાં ભૂકંપ આવ્યો હતો. ગભરાઈ ગયેલા AAP નેતાઓ એ સુરત ખાતે એક તત્કાળ બેઠક પણ બોલાવી તે બેઠક માં છોડી ગયા તે કાયર છે તેવો અર્થ કાઠી ક્રાંતિ ની વાતો કરી હતી.

વારા ફરતી બોલતા AAP નેતાઓમાં એક વ્યક્તિએ તો ત્યાં સુધી કહું હતું કે “નેતાઓ આવશે ને જશે પરંતુ જો કોઈ 27 કોર્પોરેટરો માથી પક્ષ પલટો કરશે તો જોવા જેવી થસે.” તેવી ધમકી પણ ઉચ્ચારી હતી.

આ સિવાય પણ AAP ના નેતાઓ અને કાર્યકર્તાઓ એ શાયરના અંદાજમાં કહ્યું કે “ક્રાંતિનો મારગ શૂરાઓનો નહીં કોઈ કાયરોનો.” આનો અપ્રત્યક્ષ અર્થ એ થયો કે પાર્ટી છોડનારા કાયર છે. મતલબ કે મહેશભાઇ સવાણી અને વીજય સુવાળા કાયર છે. બંને નેતાઓ નો ભરપૂર ઉપયોગ કર્યા બાદ આવું વલણ ચોકાવનારું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *