એક પત્રકારની કલમે જાણો કેવું લાગ્યું પ્રમુખસ્વામી મહારાજ નગર

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: આજે અમે તમને એક પત્રકારની કલમે પ્રમુખસ્વામી મહારાજ નગર કેવું લાગ્યું તે અંગે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો વાત…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: આજે અમે તમને એક પત્રકારની કલમે પ્રમુખસ્વામી મહારાજ નગર કેવું લાગ્યું તે અંગે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો વાત કરવામાં આવે તો જાણીતા પત્રકાર નેલ્સન પરમારે પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા. ત્યારે આ દરમિયાન તેનો અનુભવ કેવો રહ્યો તે વિશે તેમણે જણાવતા કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંસ્થા દ્રારા ૧૫ ડિસેમ્બર થી ૧૫ જાન્યુઆરી સુધી અમદાવાદ, એસ.પી રીંગ રોડ આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન બહું ભવ્ય રીતે કરવામાં આવ્યું છે, આમ તો‌ અદ્ભુત આયોજન કહીં શકાય, એમ મેનેજમેન્ટ માટે તો સલામ કરવી પડે.

કાલે રવિવારે હતો એટલે અમે ગયા હતાં, પણ અમારી જેમ બધાંય ને રવિવાર જ હતો, એટલે હાઈ વે પર સ્થળ પર પહોંચવા માટે છેલ્લા 3 કિલોમીટર કાપતાં જ અઢી કલાક થયાં. મને તો એમ હતું કે આટલી ભીડ અહીંયા રોડ પર છે તો અંદર શું હશે, પણ હાઈવે પુરો કરી કાર પાર્કિંગ કરવા ગયા ત્યારે ખબર પડી કે, ભલે ગમે તેટલી ભીડ આવી જાય બાકી આયોજન તો‌ કરેલું જ છે.

પાર્કિંગની સુવિધા એટલી પરફેક્ટ હતી કે હજારો ગાડીઓ હોવા છતાંય કોઈ ગાડી કાઢવામાં ક્યાંય અગવડતા ન થાય, ગાડી મુકવાનું ગ્રાઉન્ડ પણ એટલું વ્યવસ્થિત બનાવેલું કે, જરાય ધુળ પણ ન ઉડે એટલી સરસ વ્યવસ્થા છે, જો તમે એમ વિચારતાં હોવ કે, આ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવા માટે કે એમના સંપ્રદાયમાં લોકોને જોડવા માટેની ગતિવિધિ થાય છે તો એ બાબતે તમે સાવ ખોટા છો, મને તો એકપણ જગ્યાએ એવું લાગ્યું નહીં, દરેક સમાજનાં અને દરેક ઉંમરનાં લોકો માટે જીવન ઉપયોગી શીખવા લાયક સંદેશ આપે છે.

આખા મહોત્સવમાં, હા, સ્વામિનારાયણ સંપ્રદાય વિશે પણ છે જ આયોજન એમનું છે એટલે પણ સૌથી વધું તો સામજિક જીવન, અને જીવન ઉપયોગી બાબતો પર ફોક્સ કર્યું છે એટલે કોઈપણ ધર્મનો ને કોઈપણ સમાજનાં માણસો જઈ શકે છે, ત્યાં કોઈ બાબતે ભેદભાવ કે બળજબરી જેવું કંઈ નથી, તમારી ઈરછા થાય એમ ભાગ લઈ શકો છો, મેનેજમેન્ટ વિશે જેટલા વખાણ કરીએ એટલા ઓછા જ પડે એમ છે.

અમે ગયા ત્યારે રવિવાર હતો એટલે ધારણા કરતાં પણ વધારે માણસ ત્યાં આવી ગયા એવું લાગ્યું, એ દિવસે લગભગ ૭ લાખ કરતાં વધારે માણસ હાજર હતાં છતાંય પણ ક્યાંય કોઈ અવસ્થા સર્જાય હોય એવું લાગ્યું નહીં, હા, અમુક શોમાં વેઈટીંગ હતું ઘણું બધું, આટલી બધા સંખ્યા હોય ત્યારે એ બધી બાબતો સમજી જ શકીએ, ખાસ વાત એ હતી કે, ત્યાં જે સ્વયંસેવક છે, એમની સેવાઓ ખરેખર અદ્ભુત છે.

તમને કોઈ બાબતે રોકવા હોય કે મનાઈ કરલી હોય તો એકદમ શાંતિથી હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે. જરાય ગુસ્સો નહીં કે જરાય તોછડાઈથી વાત નહીં એકદમ હસતાં મુખે હાથ જોડીને વિનંતી કરે છે, સેવા માટે કરવાનો છે ઉત્સાહ એમના મુખ પરથી જ જોઈ શકાય છે, અહીંયા જોવા લાયક ગણીએ તો, પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય પ્રતિમા, અક્ષરધામ જેવું મંદિર, પ્રાણીઓની પ્રતિમાં સાથે એમના જીવન પરથી શું શીખવા મળે છે એનો સંદેશ આપતાં વાક્યો, સમાજ ઉપયોગી મેસેજ આપતાં અલગ અલગ ડોમમાં ભજવાતું નાટક, કે સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળનગરી, ગ્લો ગાર્ડન, ટેલેન્ટ હન્ટ કાર્યક્રમો, સંસ્કૃતિક પરેડ, બુક શોપ, ઓરીજનલ ઉગાડેલાં બગીચાઓ, બાગ બગીચાઓની શોભા, શણગારેલી ગાડીઓ, મુકેલી પ્રતિમાઓ, અને બીજું કેટલુંય જોવાલાયક આકર્ષણો અને જો કોઈ બિમાર થાય કે કંઈપણ થાય તો, આરોગ્ય સેવાઓની પણ સરસ વ્યવસ્થા, જમાનાનું પણ જોઈએ તો દરેક માટે જમાવવાની વ્યવસ્થા અને પેમવતી પણ ખરું ત્યાં, સાત થી આઠ પ્રેમવતી જ્યાં એકદમ રીઝનેબલ પ્રાઈઝમાં બધું જ ખાણું-પીણું, ૨૦ રૂપીયામાં તો પાવ ભાજી અને ખીચડી, આઈસ્ક્રીમ થી લઈ પીણું પણ એકદમ સસ્તું.

ખાસ તો ઘણીવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિશેનાં મેનેજમેન્ટ વિશે જાણેલું, સાંભળેલું એટલે ખાસ એ જોવું જ હતું મારે અને ખરેખર જોયા પછી વિશ્વાસ આવી ગયો કે એ બાબતે અદ્ભુત કહીં શકાય એવું આયોજન, પાર્કિંગ થી લઈને છેક સુધી બધું જ સુવ્યવસ્થિત રીતે નું, સાત લાખ કરતાં વધું પ્બલિક હોવા છતાંય એકપણ જગ્યાએ કચરો નહીં, શૌચાલય એકદમ ચોખ્ખા; જ્યાંરે કે કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં હોય એવાં, આખી એટલી મોટી વિશાળ જગ્યામાં, ઈવન ખાવા પીવાની જગ્યાએ પણ જરાય કચરો નહીં, બધી જગ્યાનું આયોજન એકદમ પરફેક્ટ, કોઈપણ સ્વયંમસેવક ને કંઈપણ પુછીએ તો એકદમ સરળ રીતે સમજાવે કે કયા જવું ને ક્યાં જવાશે, મહોત્સવ દરમિયાન સ્વયંમસેવકોની ટીમ બધું જ એકદમ પરફેક્ટ રીતે બધું જ મેનેજ કરી લે; સ્વયં જવાબદારી સમજીને, મને તો એજ નવાઈ લાગે કે, આટલા બધા લોકોને જવાબ આપવા કેટલું અઘરું છે અને એ પણ શાંતથી હસતાં મોઢે.!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *