ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકો આટલી બાબતોમાં બીજા કરતા હોય છે સૌથી આગળ- જાણો અહીં

Published on: 12:57 pm, Fri, 30 July 21

આજ અમે આપણી માટે એક ખુબ અગત્યની જાણકારી લઈને આવ્યા છીએ. આ જાણકારી ઓગસ્ટ મહિનામાં જન્મેલ લોકોને ખુબ મદદગાર સાબિત થશે. આ મહિનામાં ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો બેસી જશે. જેથી ધાર્મિક દૃષ્ટીએ આ મહિનો ખુબ ખાસ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે લોકો ઓગસ્ટ મહિનામાં જન્મે છે.

તેમના સ્વભાવમાં ખાસ ગ્રહની અસર જોવા મળે છે. સૂર્ય ગ્રહની અસર ઓગસ્ટ માસમાં જન્મેલા લોકો પર ખાસ જોવા મળે છે. તેમની રાશિ સિંહ રાશિ છે. આ મહિનામાં જન્મેલા તમામ લોકો કાર્યમાં સફળતા મેળવતા હોય છે. આની સાથે જ  તેમની નેતૃત્વ શક્તિ હંમેશા દેખાય આવે છે.

મિથુન તથા કન્યા રાશિના લોકો તેમના ખુબ સારા મિત્રો હોય છે. ઓગસ્ટ માસમાં જન્મેલા લોકો વહીવટી નોકરીઓમાં સફળતા મેળવતા હોય છે. તેઓ કોઈપણ વસ્તુને પોતાની બાજુએ ફેરવવાનું સારી રીતે જાણે છે. તેમની વાણી પરથી તેમની ચતુરાઈ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ઓગસ્ટ માસમાં જન્મેલા લોકો સ્વભાવે ખુબ કંજૂસ હોય છે. તેમનો આ સ્વભાવ તેમને સમૃદ્ધ બનાવે છે. આ મહિનામાં જન્મેલા લોકો બુદ્ધિશાળી હોય છે. તેઓ બુદ્ધિના બળ પર, સમાજમાં એક અલગ અસર છોડે છે. આ જાતકોને સમાજની ભલાઈના કાર્યોમાં ખુબ સક્રિયતા જોવા મળે છે.

જો કે સ્વાર્થવાળો સ્વભાવ હોવાને લીધે ગમે તે વાતમાં ક્યાંકને ક્યાંક પોતની ભલાઇ શોધતા હોય છે. આ લોકો વધારે લોકો સાથે મિત્રતા કરવામાં માનતા નથી. તમે મિત્રોની પસંદગી ખુબ ચીવટથી કરો છો. તે નકારી શકાય નહીં કે તમારી પાસે અદ્ભુત પ્રતિભા છુપાયેલી છે.

તમે કલા, સાહિત્ય તથા વિવિધ સર્જનાત્મક શૈલીમાં તમારી છાપ ઉપસાવો છો. તમારી અંદર સુંદરતાની અદભૂત ભાવના રહેલી છે. તમે તમારી પોતાની ઇચ્છાના ધણી છો. તમે સીધા જ છો. ઘણીવાર તમારી આ ટેવ તમને મુશ્કેલીમાં મૂકે છે.

આર્થિક મામલામાં તેઓ ખૂબ ગંભીર હોય છે. એમને પૈસા કમાવવાનો પ્રબળ દૃષ્ટિકોણ છે. આની સાથે જ પૈસાનો નાનામાં નાનો હિસાબ રાખે છે. જ્યાં સુધી પ્રેમની વાત કરીએ તો તેઓ સંબંધને વધુ મહત્વ આપતા નથી. ઘણીવાર સંબંધ કરતાં પૈસા તમને વધારે પ્રિય હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.