જાણો એવું તો શું થયું કે મા ને જ પોતાના 3 દીકરા-દીકરીની હત્યા કરવી પડી- જાણો ચોંકાવનારી ઘટના

માતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક માતાએ પોતાના જ ત્રણ બાળકોને તડપાવી તડપાવી ને મારી નાખ્યા.…

માતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક માતાએ પોતાના જ ત્રણ બાળકોને તડપાવી તડપાવી ને મારી નાખ્યા. બાળકો બૂમો પાડતા રહ્યા પરંતુ હૃદય ડોલ્યું નહીં.

ઘટના અમેરિકાના એરિઝોના રાજ્યની છે,અહીંયાની એક મહિલાએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ કરતાં જણાવ્યું કે તેણે જ પોતાના ત્રણ બાળકોને તડપાવી તડપાવી ને મારી નાખ્યા છે. બાળકો હાથ પગ પછાડતાં રહ્યા પરંતુ માતા એ કંઈ પણ સાંભળ્યું નહીં.

વિદેશી મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાનું નામ હેનરી છે અને તે ડ્રગ્સની વ્યસની છે. તેણે પોલીસને જાતે જ આખી ઘટના જણાવી. એક એક કરી તેણે પોતાના ત્રણ બાળકોને મોતના ઘાટ ઉતારી દીધા.

તેણે ત્રણ બાળકોને ગળું અને નાક દબાવી મારી નાખ્યા છે. બાળકોમાં એક છ મહિનાની બાળકી પણ શામેલ છે.હેનરી એ બાળકીને પહેલા બોટલથી દૂધ પીવડાવ્યું અને પછી હાલરડાં સંભળાવતાં સંભળાવતાં તેનું ગળું પણ દબાવી દીધું. હેનરી એ જણાવ્યું કે ત્યારબાદ તેણે તમામ લાશને લિવિંગ રૂમ ના સોફા ઉપર સુવડાવી દીધી.

હેનરીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેના ઉપર ખૂનની ધારાઓ લગાવવામાં આવી છે.આ ઘટનાથી લોકો ખૂબ હેરાન છે અને વિચારમાં પડી ગયા છે કે એક મા પોતાના જ ત્રણ બાળકોને કેવી રીતે મારી શકે.

હેનરીના ઘરમાં હાજર રહેલા અન્ય વ્યક્તિઓએ જણાવ્યું કે બાળકો સૂઈ રહ્યા હતા.પરંતુ બાળકોમાં કોઈપણ પ્રકારની હરકત ન દેખાતા ઘરના લોકોએ ઇમરજન્સી નંબર ઉપર ફોન કર્યો અને પોલીસ પહોંચી ગઈ.

મહિલાનાં જ ઘરમાં રહેતી એક સભ્યએ જણાવ્યું કે તે ડ્રગ્સની અઠંગ વ્યસની બની ગઈ હતી. અને છેલ્લા કેટલાય દિવસથી વિચિત્ર હરકતો કરતી હતી. તેણે ત્રણેય માસુમ વિશે પણ જણાવ્યું.

પોલીસની સામે જ કેન્દ્રીય પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે આખો ઘટનાક્રમ પોલીસને જણાવ્યું. તેના ઉપર કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે બાળકોની હત્યા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *