દેશમાં ટ્રેન અને વિમાન સેવા ક્યારથી શરુ થશે તે બાબતે આવ્યા મોટા સમાચાર

Know where rail and air service start here: Rajnath Singh

Published on: 2:09 pm, Sun, 19 April 20

કેન્દ્ર સરકારે કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે બનાવેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી.

આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે બહાર આવી રહેલા અહેવાલો પ્રમાણે લોકડાઉનનો બીજો તબક્કો 3 મેના રોજ પુરો થયા બાદ પણ તરત જ રેલવે અને હવાઈ સેવા શરુ કરવાના મૂડમાં સરકાર નથી. રક્ષા મંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં બનેલા આ ગ્રૂપ દ્વારા પાંચમી બેઠક યોજાઈ હતી. જેમાં રિપોર્ટ તૈયાર કરીને પીએમ મોદીને મોકલવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં કહેવાયુ છે કે,આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે બહાર આવી રહેલા અહેવાલો પ્રમાણે લોકડાઉનનો બીજો તબક્કો 3 મેના રોજ પુરો થયા બાદ પણ તરત જ રેલવે અને હવાઈ સેવા શરુ કરવાના મૂડમાં સરકાર નથી. રક્ષા મંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં બનેલા આ ગ્રૂપ દ્વારા પાંચમી બેઠક યોજાઈ હતી. જેમાં રિપોર્ટ તૈયાર કરીને પીએમ મોદીને મોકલવામાં આવ્યો છે.

વિવિધ મંત્રાલયના મંત્રીઓના બનેલા આ ગ્રૂપનુ માનવુ છે કે, રેલવેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન થાય તેવુ શક્ય નથી. ઉપરાંત એર ઈન્ડિયા અને પ્રાઈવેટ એરલાઈન્સને પણ હાલમાં 3 મે બાદનુ બૂકિંગ લેવાની ના પાડવામાં આવી છે.