બિહારના રાજકારણમાં મોટા ઉલટફેર- BJP નો સાથ છોડી જાણો કોની સાથે મહાગઠબંધનવાળી સરકાર બનાવશે નીતિશ કુમાર?

બિહાર(Bihar): એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, નીતીશ કુમાર(Nitish Kumar) ભાજપ (BJP)ને ઝટકો આપીને RJD અને કોંગ્રેસ(Congress) સાથે મળીને સરકાર બનાવવા…

બિહાર(Bihar): એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, નીતીશ કુમાર(Nitish Kumar) ભાજપ (BJP)ને ઝટકો આપીને RJD અને કોંગ્રેસ(Congress) સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, JDU અને BJP સાથે મળીને 2020ની વિધાનસભા ચૂંટણી લડી હતી. ઓછી સીટો મળવા છતાં પણ નીતિશ કુમારને ભાજપે સીએમ બનાવ્યા હતા. ત્યારથી જ બંને વચ્ચે થોડો ખટરાગ ચાલી રહ્યો હતો. કેટલાય મુદ્દા પર બંને પાર્ટીના નેતા અલગ અલગ મત ધરાવતા હતા. ત્યારે અંતે હવે બિહારમાં ભાજપ અને JDUનું ગઠબંધન તૂટી ગયું છે.

નીતીશ કુમારની નારાજગીનું મુખ્ય કારણ ફ્રી હેન્ડ ન મળવું છે. આ કારણોસર તેઓ દિલ્હીમાં સરકારના કાર્યક્રમોમાં ભાગ પણ લેતા નથી. તેમણે રાજ્યમાં ભાજપના નેતાઓથી પણ અંતર રાખ્યું છે. હવે આ ફ્રી હેન્ડ પણ ઉપલબ્ધ નથી કારણ કે, RCP સિંહ જેવા નેતાઓએ JDU કરતાં વધુ ભાજપ પ્રત્યે પોતાની વફાદારી દર્શાવી છે. તેમનું ભાજપની નજીક જવું નીતિશ કુમારને પરેશાન કરતું હતું.

મળતી માહિતી મુજબ, આજે સાંજે ચાર કલાકે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને પોતાનું રાજીનામુ સોંપશે. JDUની બેઠકમાં ગઠબંધન તોડવાની જાહેરાત થઈ છે. નીતિશની સાથે તેજસ્વી યાદવ પણ રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળશે. મહાગઠબંધનની આ બેઠક બાદ તેજસ્વી યાદવ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે રાજભવનમાં જશે. ભાજપે રાજધાની પટનામાં સાંજે 5 વાગ્યે કોર ગ્રુપની બેઠક બોલાવી છે. હાલ ભાજપ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે. ભાજપ અને જેડીયૂના ફાઈનલ નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

આ અંગે જાણવા મળ્યું છે કે, બિહાર વિધાનસભામાં સ્પીકર વિજય સિન્હા સાથે સત્ર દરમિયાન ભારે બોલાચાલી થઈ હતી, તે જ દિવસે નીતિશ કુમારે પોતાના પદેથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. નીતિશ કુમાર આરસીપી સિંહના વ્યવહાર અને જેડીયૂ વિરુદ્ધ લીધેલા સ્ટેન્ડથી નારાજ હતા.

RJDએ કહ્યું- નિર્ણય તેજસ્વી લેશે:
આ બાજૂ મહાગઠબંધનની બેઠકમાં આરજેડી ધારાસભ્ય, એમએલસી અને રાજ્યસભા સાંસદોએ તેજસ્વી યાદવ નિર્ણય લેવા માટે અધિકૃત હોવાનું કહ્યું છે. આ દરમિયાન તમામ નેતાઓએ કહ્યું કે, તેઓ તેજસ્વી સાથે છે. રાજદ નેતા તેજસ્વી યાદવે ગૃહમંત્રાલય માગ્યું છે. આ બાજૂ કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીના ધારાસભ્યો પણ તેજસ્વીને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *