શાં માટે ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે? આ અકબંધ રહસ્ય જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

Published on: 5:44 pm, Sat, 9 January 21

દેશમાં અનેકવિધ રહસ્યમય મંદિરો આવેલા છે. કેટલાક મંદિરોના રહસ્યો તો આજદિન સુધી અકબંધ જ છે ત્યારે હાલમાં પણ આવી જ એક રહસ્યમય જાણકારી સામે આવી રહી છે. દક્ષિણ ભારતનાં શંખક્ષેત્રમાં આવેલ છે કે, જે ઓરિસ્સા રાજ્યમાં ભગવાન જગન્નાથની ભૂમિ પણ કહેવામાં આવે છે.

ભગવાન જગન્નાથને સ્વયં પરમ પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. એક કારણથી તે પુરા જગતના નાથ પણ કહેવાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે ધામધૂમ પૂર્વક કાઢવામાં આવે છે. આ રથયાત્રામાં સૌથી આગળના તાલધ્વજ રથ પર બલરામજી, તેમની પાછળ પદ્મધ્વજ રથ પર સુભદ્રાજી તથા છેલ્લે ગરૂડ ધ્વજ રથ પર સ્વયં ભગવાન જગન્નાથજી બિરાજમાન જોવા મળે છે.

આ રથયાત્રામાં જોવા મળતા ભગવાન જગન્નાથની અને અન્ય બંને મૂર્તિઓ કેમ અધુરી જોવા મળે છે ? શું છે આની પાછળનું કારણ ? કોણ છે આની પાછળ જવાબદાર…. તો ચાલો આજે આ અકબંધ રહસ્ય વિશે આપને જાણીએ.
એક સમયે મધ્ય ભારતમાં ઇન્દ્રધ્યુંમ્ન નામના રાજાનું શાસન હતું. આવા સમયે ભગવાન વિષ્ણુના બહુ જ મોટા ભક્ત હતા.

ઇન્દ્રધ્યુંમ્ન રાજા એટલા મોટા ભક્ત હતા કે, તેમને સ્વયં ભગવાન વિષ્ણુના દર્શનની ખુબ ઈચ્છા હતી પરંતુ અફસોસ એ વાતનો હતો કે, હજુ સુધી તેમની આ ઈચ્છા પૂર્ણ થઇ શકી ન હતી. આમ, સર્વ વાતે સુખી પરંતુ આ એક વાતનું દુખ તેમને હતું. તેમના બુદ્ધિશાળી મિત્ર એવા મુખ્ય સલાહકાર વિદ્યાપતિને તરત જણાવ્યું કે, પ્રદેશમાં જઈને નીલ માધવ વિશે માહિતી મેળવે. આ હુકમ લઇ વિદ્યાપતિ તરત જ નીકળી પડે છે.

લાંબા સમયની મુસાફરી પછી ત્યાં જઈ વિદ્યાપતિને પ્રદેશના દર્શન થયા હતાં. ત્યાં જઈ તેમણે એક કબીલાના સરદારને આ વાત વિશે પૂછ્યું હતું. સરદાર વિશ્વવાસુ ભગવાન નીલ માધવની ગુપ્ત ગુફાની પહેરેદારી કરતા હતા એટલે કે, તેમને તરત જ વિદ્યાપતિને ભગવાનના દર્શન કરવાં માટે મનાઈ કરી દેવામાં આવી હતી.

જેથી વિદ્યાપતિ નારાજ થઇ ગયા હતાં. હવે, લગ્નના થોડા દિવસો પછી વિદ્યાપતિએ પત્નીને જણાવ્યું હતું કે, પિતાજી વિશ્વવાસુને જણાવે છે કે, મને એકવખત ભગવાન નીલ માધવના દર્શન કરાવે. આમ, તેઓ પુત્રીએ પિતાની આગળ જીદ કરી એટલે વિશ્વવાસુ વિદ્યાપતિને ભગવાનના દર્શન કરાવવા માટે રાજી થઇ ગયા હતાં.

આની સાથે જ શરત રાખી હતી કે, તેમને આંખો પર પટ્ટી બાંધીને ગુપ્ત ગુફામાં દર્શન કરવા માટે લઇ જશે. વિદ્યાપતિએ શરત માન્ય રાખીને આંખે પટ્ટી બધી દર્શન કરવાં માટે નીકળ્યા હતાં પરંતુ વિદ્યાપતિએ થોડી ચાલાકી કરી હતી. જ્યાં તે જએ રહ્યાં તા હતા ત્યાં થોડા નિશાની સ્વરૂપે કોઈ આગળ દાણા વહેરતા જતા હતા. જેને કારણે રસ્તો યાદ રાખી શકે.

ત્યાં ગુફામાં પહોચીને વિદ્યાપતિએ ભગવાન નીલ માધવનું વિશાળ તેજમય સ્વરૂપ જોયું તો તે ધન્ય થઇ ગયા અને ચોંકી ગયા હતાં. ત્યારપછી થોડા દિવસ પછી પોતાના રાજા ઇન્દ્રધ્યુંમ્ન પાસે જવા નીકળી પડ્યો હતો. હવે રાજા ઇન્દ્રધ્યુંમ્ન ભગવાન વિષ્ણુના દર્શન કરવાને કારણે ખુબ દુખી થઇ ગયા હતા.

તેઓ હતાશામાં બેઠા હતા ત્યારે ત્યાં તેમને કોઈ અદ્રશ્ય અવાજ સંભળાયો કે, તે પૂરી પ્રદેશમાં જઈને ત્યાં નદીમાં તરી રહેલા લાકડાના મોટા ટુકડાને કિનારે લાવીને તેમાંથી ભગવાન વિષ્ણુની સાચી પ્રતિમા બનાવવામાં આવશે. રાજાએ આ આજ્ઞા પ્રમાણે કર્યું હતું.

ત્યાં નદીમાંથી મળી આવેલ લાકડાનો મોટો ટુકડો લઇને પોતાના રાજ્યમાં આવ્યા હતાં. એક દિવસ રાજાના દરબારમાં વૃદ્ધ વ્યક્તિ આવ્યા ત્યારે રાજાને જણાવ્યું હતું કે, હું ભગવાન વિષ્ણુની યોગ્ય મૂર્તિ તમારા માટે બનાવી આપીશ. આ વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ દેવોના શિલ્પી સ્વયં ભગવાન વિશ્વકર્મા હતા.

રાજાને નવાઈ લાગતાં વિશ્વાસ આવ્યો કે, આ વૃદ્ધ વ્યક્તિ નહિ કરી શકે પરંતુ એમ છતાં થોડી આશા સાથે તેમને અને કહેવામાં આવે છે કે, આ અધુરી મૂર્તિની પ્રતીકાત્મક મૂર્તિ હાલમાં જગન્નાથ પુરીના મંદિરમાં રહેલી છે. આ મૂર્તિની પાછળ કથા ખુબ પ્રચલીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle