ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

87 વર્ષના વૃદ્ધ મહિલા ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા,કોહલીને આપ્યા જીતના આશીર્વાદ

મંગળવારે રમાયેલ વર્લ્ડ કપ ની ભારત અને બાંગ્લાદેશ ની મેચમાં ભારતે બાંગ્લાદેશ ને 28 રને હરાવી ને આ જીત સાથે ઇન્ડિયા સેમીફાઈનલ માં એન્ટ્રી કરી ચુકી છે.ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે ત્યાર બાદ બીજા સ્થાને ઇન્ડિયા છે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ દરમિયાન ભારતીય સપોર્ટર માં એક સપોર્ટર પર સૌ કોઈની નજર રહી હતી એ સપોર્ટર 87 વર્ષીય મહિલા છે, જેમનું નામ ચારુલતા છે.


આ એક એવા ભારતીય સપોર્ટર હતા જે ભારત ને સપોર્ટ કરવા માટે વહીલ ચેર પર બેસીને મેદાનમાં પહોંચ્યા હતા.દરેક તેમની આ લાગણીઓનું સમ્માન કરતા સલામ કરી રહ્યા છે. ઉંમરનાં આ પડાવમાં પણ તેમણે ભારતીય ક્રિકેટર્સને પૂર જોશ સાથે સપોર્ટ કર્યો હતો, તેટલુ જ નહી તેઓ આ દરમિયાન ઘણા ખુશ પણ દેખાયા હતા.

ભારતીય ટીમ ને સપોર્ટ કરકે પહોંચેલા આ મહિલા નું નામ ચારુલતા પટેલ છે તેઓ મૂળ ભારતીય છે પણ તાનઝાનીયમાં તેમનો જન્મ થયો હતો. તેમના સંતાનોને પણ તેમની જેમ ક્રિકેટ પસંદ છે. ચારુલતા 20 વર્ષનાં હતા ત્યારથી ક્રિકેટની મેચો જોવાનો શોખ ધરાવે છે. તેઓ જ્યારે કામ કરતા હતા ત્યારે ટીવીમાં ક્રિકેટને જોઇ ઘણા ખુશ થતા હતા. તેમની ઇચ્છા હતી કે જે રીતે તે ટીવીમાં ક્રિકેટ નિહાળતા ટીમ ઈંન્ડિયાને સપોર્ટ કરે છે તેવી જ રીતે સ્ટેડિયમમાં જઇને પણ ટીમ ઈંન્ડિયાને સપોર્ટ કરશે.

ટીમ ઇન્ડિયા વિજેતા બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ના કેપટન કોહલી બર્મિંઘમનાં એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારતને સપોર્ટ કરવા આવેલ 87 વર્ષીય વૃદ્ધ મહિલા પ્રશંસક ચારુલતાને મળ્યો.કોહલી બાદ મેન ઓફ ધ મેચ બનેલા રોહિત શર્મા પણ આ મહિલા ને મળ્યા હતા.મેચ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરી ચારુલતા પટેલને આશિર્વાદ આપવા માટે ધન્યવાદ કહ્યુ હતુ.

87 વર્ષીય ચારુલતા પટેલ ભારતીય ટીમ ની બેટિંગ ચાલી રહી હતી ત્યારે ખુબ જોશ સાથે બેકઅપ કરી રહ્યા હતા.ત્યારે તેઓ ટીવી ના કેમેરા માં નજર આવ્યા બાદ સોશિયલ મીડિયા માં ખૂબ જ વાઇરલ થયા હતા.મના આ જોશને જોઇ કોમેન્ટેટર પણ હેરાન રહી ગયા હતા. ટીવી કોમેન્ટેટર હર્ષા ભોગલે કહ્યુ કે, આ કેટલો સુંદર નજારો છે. આવા ફેનનાં કારણે જ ક્રિકેટમાં રોમાંચ બની રહ્યો છે. જો આવા દર્શકો ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પહોચશે તો નિશ્ચિત રીતે આ રોમાંચ વધતો જ રહેશે. જ્યારે ચારુલતાને સવાલ કરવામા આવ્યો કે શું ટીમ ઈંન્ડિયા વિશ્વકપ જીતશે તો તેમણે હા જવાબ આપ્યો હતો.