વિરાટ કોહલીએ નાનપણમાં કરી હતી આ મોટી મુર્ખામી, ખુદ વિરાટે જણાવ્યું…

Published on Trishul News at 10:32 AM, Sun, 20 September 2020

Last modified on September 20th, 2020 at 10:32 AM

આજનો દિવસ એ સૌ લોકોની માટે ખુબ જ અગત્યનો દિવસ છે કારણ કે, આજના દિવસે દુબઈમાં IPLની શરૂઆત થવાં માટે જઈ રહી છે. ભારતીય ક્રિક્રેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને લઈને અવારનવાર સમાચાર આવતા હોય છે. હાલમાં પણ વિરાટ કોહલીને લઈને એક જાણકારી સામે આવી રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીની ગણના હાલમાં વિશ્વનાં મહાન બેટ્સમેનમાં થાય છે. એણે રમતમાં સંખ્યાબંધ રેકોર્ડ હાંસલ કરેલ છે. એ પોતાની આક્રમક બેટિંગની સાથે જ મજાક પણ કરી લેતો હોય છે. દિલ્હીનાં રહેવાસી વિરાટ કોહલીએ પણ બીજા બાળકોની જેમ જ પોતાના બાળપણમાં પણ ખૂબ ધમાલ મચાવેલી હતી.

કોહલીએ એક વીડિયો ચેટમાં જણાવતાં કહ્યું હતું કે, બાળપણમાં એક વખત પતંગ લૂંટવાના ચક્કરમાં એણે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. એ અગાશી પરથી પડતા પડતા રહી ગયો હતો તથા મિત્રોએ એનો જીવ બચાવ્યો હતો.

હા,મને યાદ છે જયારે મે બેવકૂફી કરી હતી:
ફૂટબોલર સુનીલ છેત્રી સાથેની લાઇવ ચેટમાં એને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, એવી કોઈ ઘટના યાદ છે જેના વિશે પાછળથી એમ થયું હોય કે આ મેં શું કરી નાખ્યું અથવા તો આ હું શું કરી બેઠો? ટૂંકમાં આવી મોટી મુર્ખામી અથવા તો ગંભીર વાત કરી નાખી હોવાનું યાદ છે.

કોહલીએ ઉત્તર આપતાં કહ્યું હતું કે હા, મને યાદ છે જ્યારે મેં બેવકૂફી કરી હતી. એ દિવસ 13 ઓગસ્ટનો હતો. તમે સોસાયટીમાં રહેતા હો ત્યારે ઉત્સવની ઉજવણીની વાત જુદી જ હોય છે. 15મી ઓગસ્ટનાં રોજ સવારમાં 6.00 વાગ્યાથી જ અમે પતંગની સાથે તૈયાર રહેતા હતાં.

પતંગ લુંટવાનો મારો વારો હતો અને કરી હતી બેવકૂફી:
હું મારા મિત્રોની સાથે પતંગ ઉડાવી રહ્યો હતો. દોસ્તોએ કહ્યું હતું કે, અમે પતંગ ઉડાવીએ છીએ. આજે તું પતંગ લૂંટજે.  હું પતંગની પાછળ દોડતો હતો. સોસાયટીમાં કુલ 2 મકાનો સાથે સાથે હોય છે. આ 2 મકાનની વચ્ચે સીડી હોય અથવા તો અગાશી આવે.

છેલ્લે કોઈ સીડી તેમજ અગાશી ન હતી અને હું તો આકાશમાં જોઇને દોડી રહ્યો હતો. મારા દોસ્તોએ જોઇ લીધુ કે, આગળ કોઈ છત નથી. હું બસ આગળ ધપતો જ હતો ત્યાં તેઓએ આવીને મને પકડી લીધો અને હું પડતા પડતા રહી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Be the first to comment on "વિરાટ કોહલીએ નાનપણમાં કરી હતી આ મોટી મુર્ખામી, ખુદ વિરાટે જણાવ્યું…"

Leave a comment

Your email address will not be published.


*