કોહલી, ધોની, ધવન અને રોહિત શર્મા સહિતના ખેલાડીઓ IPL અધવચ્ચે છોડશે- જાણો હકીકત

આ વર્ષે બધા ક્રિકેટરોનો શિડ્યુલ ખુબજ વ્યસ્ત છે. આ વર્ષે એક પછી એક ટી-20 ટૂર્નામેન્ટ ની સાથે-સાથે ઇન્ટરનેશનલ ટુર અને આઇપીએલ પછી તરત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ થવાનો છે. આટલા કડક શિડયુલ ની અંદર મુખ્ય ક્રિકેટરો નો કામકાજ ખૂબ જ વધી રહ્યું છે.

વર્લ્ડ કપને કારણે આઇપીએલમાં વધારે પડતાં કામકાજની વાત થઈ રહી છે. જ્યાં સુધી વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ કે જે વર્લ્ડકપમાં રમવા ના છે તેની વાત કરીએ તો આઈપીએલ રમશે તો વર્લ્ડકપમાં ઘણી મુશ્કેલી થઈ શકે છે. આ પરિસ્થિતિમાં વધારે પડતાં કામકાજમાં ક્રિકેટરો પોતાની મહેનત યથાવત રાખે તે સરળ રહેશે નહીં. પરંતુ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઇપીએલ રમવાનીની વાત પણ ધ્યાન રાખે છે. પરંતુ જો આઇપીએલના રમે અને વર્લ્ડ કપની તૈયારી કરે તો એ યથાવત નથી.

સૌરવ ગાંગુલી માને છે વધારે પડતાં કામકાજને કારણે આઇપીએલ છોડવાનું સોલ્યુશન નથી.
બીજીબાજુ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માને છે કે આ વર્ષે વધારે પડતા કામકાજ ની અંદર જો આઈપીએલ રમવાનું મૂકી દેશે તો તે તેનું યોગ્ય સોલ્યુશન છે નહીં. આ લિસ્ટમાં ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ કપ્તાન સૌરવ ગાંગુલી પણ જોડાયેલા છે.

દિલ્હી કેપિટલ સલાહકાર બનીને સૌરવ ગાંગુલીએ કહ્યું કે.. ” હા, ક્રિકેટ ખૂબ જ વધારે છે તો પણ તમે રમો છો. પંદરથી સોળ વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે ઘણાં ક્રિકેટર્સ મળી રહ્યા છે. મને નથી લાગતું કે તમારામાંથી કોઈપણ થાકી ગયા ને ચિંતા કરવી જોઈએ. ખાલી આ સમસ્યાનું એક સમાધાન ગોતવું જોઈએ.”

” કારણકે હંમેશા કહ્યું છે કે આ રમત રમવા માટે પૂરતો સમય છે. આઈપીએલ કરતા ઇન્ટરનેશનલ લેવલ પર વધુ ધ્યાન આપવું જોઈએ. આવો મોકો બીજીવાર નહીં મળી શકે. આ માટે આરામનો ઉપાય શોધવો જોઈએ. રમવું એ આપણી સમસ્યા નથી પરંતુ જ્યારે અમારા સમયમાં અમે ખૂબ જ ક્રિકેટ રમી હતી તે સમયે આઈપીએલ ન હતી. આઈપીએલ અમારા કરિયરની અંતભાગમાં આવી હતી.”

આ વાતને ધ્યાનમાં લઈને એ નિર્ણય લેવામાં આવ્યું કે ભારતીય ટીમના મુખ્ય ક્રિકેટરો જે છે તે ચાલુ આઈપીએલ દરમિયાન વચગાળામાં આરામ લે અને વર્લ્ડ કપ માટેની તૈયારી કરે તો તે વધુ અનુકૂળ છે. અને આ વાતને ધ્યાનમાં રાખીને ભારતના મુખ્ય ક્રિકેટર વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોની રોહિત શર્મા અને શિખર ધવન જેવા ક્રિકેટરો આઇપીએલ છોડીને વર્લ્ડ કપની તૈયારી કરે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *