કોહલી ભારતીય ટીમમાં રમે તેવું ધોની ઈચ્છતો ન હતો – પૂર્વ ચીફ સિલેક્ટર

Kohli did not want Dhoni to play in the Indian team - former chief selector

ધોનીએ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયા સાથે રમવાનું છોડી દીધુ છે. હવે તેને અને વિરાટ કોહલીના સંબંધોને લઈને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ચીફ સિલેક્ટર દિલીપ વેંગસરકરેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ક્રિકેટ્રેકરના રિપોર્ટ પ્રમાણે દિલીપ વેંગસરકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે ધોની ઇચ્છતો ન હતો કે વિરાટ કોહલી ભારત માટે ક્રિકેટ રમે.

63 વર્ષના પૂર્વ ક્રિકેટરે જણાવ્યુ હતું કે, આ 2008ની વાત છે જ્યારે સિલેક્ટર અંડર 23 ટીમના ખેલાડીઓને પસંદ કરવા પર સહમત થયા હતા. ત્યારે ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી પસંદગીકારોએ શાનદાર પ્રદર્શન કરનાર ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પસંદગી કરી હતી. ત્યારે ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો હતો. ત્યારે કોચ ગેરી કર્સ્ટન અને અને કેપ્ટન ધોનીએ કહ્યું હતું કે અમે વિરાટને રમતા જોયો નથી. જેથી અમે તેને રમાડી શકીએ નહીં. અમે જૂની ટીમ સાથે ઉતરીશું.

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન દિલીપ વેંગસરકરે જણાવ્યુ હતું કે, મેં ધોની અને ગેરીને કહ્યું હતું કે તમે તેને રમતા જોયો નથી પણ મેં જોયો છે, આપણે આ છોકરાને લેવો જોઈએ. મને લાગતું હતું કે કોહલીનો શ્રીલંકા સામે જવાનો તે યોગ્ય સમય હતો પણ ધોની અને ગેરીએ મારા નિર્ણય પર સહમતિ વ્યક્તિ કરી ન હતી. તે બંનેએ વિરાટને રમતો જોયો ન હતો.

વેંગસરકરના મતે ધોની અને એન શ્રીનિવાસને ત્યારે બદ્રીનાથનું સમર્થન કર્યું હતું. જેણે ઘરેલું ક્રિકેટમાં શાનદાર રમત બતાવી હતી. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન ત્યારે કોહલીને ટીમમાં સમાવેશ કરવાના મારા નિર્ણયથી ખુશ ન હતા કારણ કે તેમનું માનવું હતું કે બદ્રીનાથને તક આપવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: