હાર્દિકની સાથે તેના ભાઈ કૃણાલ પંડ્યાનું પ્રેમ પ્રકરણ પણ છે ખૂબ ચર્ચામાં- અડધી રાતે બધાની સામે કર્યું એવું કે..

Published on: 5:06 pm, Sat, 25 July 20

થોડાં દિવસો પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેનાં લગ્ન પણ કરી લીધાં છે, ત્યારે હવે તેમનો ભાઈ કૃણાલ પંડ્યા પણ હાલમાં એક ચર્ચાનો વિષય પણ બની રહ્યો છે. બંને ભાઈઓ પોતાની લવસ્ટોરીને લઇને ઘણી ચર્ચામાં આવી રહ્યાં છે.

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ તેની લવસ્ટોરીને લઈને ઘણો ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિચની સાથે સગાઈ પણ કરી હતી અને આ અંગેની જાહેરાત બાદ તેણે થોડા જ મહિનાઓમાં પ્રશંસકોને બતાવ્યું પણ હતું, કે તે હવે પિતા બનનાર છે. જેથી, તેના ફેન્સ પણ ખૂબ આશ્ચર્ચ પામ્યા હતા. પણ શું તમે જાણો છો, કે હાર્દિકનો ભાઈ અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર એવાં કૃણાલ પંડ્યાની લવસ્ટોરી પણ કમાલની જ છે.

વર્ષ 2017માં જ ‘મુંબઈ ઈન્ડિયન્સે’ IPLનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. આ સીઝનની ફાઇનલ મેચમાં જ કૃણાલ પંડ્યા ‘મેન ઓફ ધ મેચ’ પણ રહ્યો હતો. ત્યારપછી ટીમ ઈન્ડિયાના દરવાજા તેના માટે ખુલી ગયાં હતા. 2017માં IPLની ફાઇનલ મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ રહ્યા પછી જ કૃણાલે તેની ગર્લફ્રેન્ડ પાંખુડીને પણ પ્રપોઝ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે કૃણાલ તથા પાંખુડીની મુલાકાત પણ એક કોમન દોસ્તે જ કરાવી હતી. પ્રથમ મુલાકાતથી જ બંનેની વચ્ચે સારી એવી મિત્રતા પણ થઈ ગઈ હતી.

ત્યારપછી ઇજાને લીધે મુંબઈમાં રહેતા કૃણાલની મુલાકાત પાંખુડીની સાથે ઘણીવાર થઈ હતી અને આ મુલાકાત દરમિયાન જ તેઓ એકબીજાને ડેટ પણ કરવા લાગ્યા હતાં. મીડિયા રિપોર્ટ અનુસાર એક ઇન્ટરવ્યૂમાં પાંખુડીએ જણાવતાં કહ્યું હતું, કે 2017માં જ્યારે મુંબઈ ઈન્ડિયન IPLનો ખિતાબ પણ જીતી હતી. ત્યારે ફાઇનલની રાત્રે કૃણાલ ખૂબ આનંદમાં હતો.

તે અડધી રાતે જ હોટલના પોતાના રૂમમાં આવ્યો, કે જ્યાં પાંખુડી અને હાર્દિક તથા અન્ય ખેલાડીઓ પણ સાથે હતા. ત્યારે તેણે બધાની સામે જ પાંખુડીને પ્રપોઝ કરી હતી. આ જોઈને તે ખૂબ આશ્ચર્ય પામી ગઈ હતી. પાંખુડીએ જણાવતાં કહ્યું, કે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું, કે કૃણાલ તેને આવી રોમાંટિક રીતે પ્રપોઝ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.