આર્ટિકલ 370 રદ થવાને કારણે પાકિસ્તાન ચડ્યું રોડે: જાણો શું નુકશાન થશે પાકીસ્તાનને ?

Published on Trishul News at 3:23 PM, Mon, 5 August 2019

Last modified on August 5th, 2019 at 5:22 PM

આજે રાજ્યસભામાં હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા આર્ટિકલ 370 હટાવવાની ભલામણ બાદ પાકિસ્તાનમાં પણ હાહાકાર મચી ગયો હતો. પાકિસ્તાનનું શેરબજારને મોટો ઝટકો લાગ્યો હતો. હોમ મિનિસ્ટરે આર્ટિકલ 370 હટાવવાની ભલામણ કરી અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઇ ગઈ.

સાથે જ જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બીલ પણ રજૂ થયું હતું, જેમાં લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરથી જોડાયેલા નિર્ણયો લેવામાં આવ્યા બાદ પાકિસ્તાનનું શેરબજારને મોટો ઝટકો લાગ્યો હતો. પાકિસ્તાની શેર બજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ KSE-100મા આજે 685 પોઇન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો અને 31100 પર આવી ગયું હતું.

એક રિપોર્ટ મુજબ પાકિસ્તાની શેર બજાર છેલ્લા બે વર્ષોથી દુનિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરનારી શેર બજાર બની ગયું છું. પુલવામા હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઇક સમયે પાકિસ્તાની શેર બજારમાં 3 દિવસમાં 2000 પોઇન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "આર્ટિકલ 370 રદ થવાને કારણે પાકિસ્તાન ચડ્યું રોડે: જાણો શું નુકશાન થશે પાકીસ્તાનને ?"

Leave a comment

Your email address will not be published.


*