કુંવરજીભાઇએ આંગળી કપાવી નાખી? કે ભાજપમાંથી ઉભા રહી ભાજપને વોટ નથી કરવાના?

ગુજરાતનો રાજકીય માહોલ હાલમાં પેપર લીક અને જસદણ ની ચૂંટણી ફરતે ચકરાવા લઇ રહ્યો છે, ત્યારે કુંવરજીની કોંગ્રેસ વખતની કરતૂતો ને લઈને કુંવરજીની સોશિયલ મીડિયામાં બરાબરની…

ગુજરાતનો રાજકીય માહોલ હાલમાં પેપર લીક અને જસદણ ની ચૂંટણી ફરતે ચકરાવા લઇ રહ્યો છે, ત્યારે કુંવરજીની કોંગ્રેસ વખતની કરતૂતો ને લઈને કુંવરજીની સોશિયલ મીડિયામાં બરાબરની પીટાઈ થઇ રહી છે. ત્યારે આ કડીમાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ કુંવરજીભાઈનો દાવ કર્યો હતો. શું હતી સમગ્ર ઘટના વાંચો આગળ…

ભાજપના મેન્ડેટ પર ઉભા રહેલા કુંવરજી બાવળીયા વિરૂધ્ધ પ્રચાર કરવા રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જસદણમાં ધામા નાખ્યા છે. જસદણના વિવિધ ગામોમાં લોકડાયરાઓ યોજીને તેઓ કોઈપણ પક્ષમાં ન હોવા છતાં બાવળીયા સામે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગતરાત્રે ભાડલા ગામે ઈન્દ્રનીલ દ્વારા એક લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કુંવરજીએ પોતાના સોશિયલ મીડિયામાં લખેલા મેસેજ ‘ભાજપને મત આપવાને બદલે મારી આંગળી કાપી નાંખીશ’ યાદ કર્યો હતો અને તમે તમારી આંગળી કાપી નાખી છે કે, ખુદને મત નથી આપવાના? તેવો વેધક સવાલ કર્યો હતો.

ઇન્દ્રનીલ રાજગુરુ એ ભૂતકાળમાં કોંગ્રેસ છોડ્યું તે પહેલા પણ કુંવારજીને ભાજપ માટે કામ કરે છે તેવા આરોપ કાર્ય હતા જે સમય જતા સાચા ઠર્યા. ઇન્દ્રનીલ એ કોંગ્રેસ છોડ્યું તે પાછળ કુંવરજી જ જવાબદાર હોય તેવું ઈંદ્રનીલનાં નજીક વ્યક્તિઓ જણાવી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુ જસદણ વીંછિયાના 72 ગામ ફરી ને અપક્ષ કે કોંગ્રેસના અવચર નકિયાને વોટ આપજો પણ ભાજપને વોટ ન આપતા તેવો પ્રચાર કરી રહ્યા છે.

પેટાચૂંટણી દરમ્યાન બાવળિયાના વિરોધીઓ માટે રાજકીય મસાલો મળી ગયો છે. સોશિયલ મીડિયામાં બાવળિયાએ મુકેલી અમુક પોસ્ટ્સ જે વાઇરલ થઇ રહી છે તે અહીં રજૂ કરેલ છે.

સીએમએસ ઇન્ડિયા કરપ્શન રિપોર્ટ ટાંકીને બાવળિયાએ ફેસબુક પર એવી કોમેન્ટ કરી હતીકે,ગુજરાતની ભોળી જનતા ગાઢ નિંદ્રામાંથી કયારે જાગશે.

ભાજપની ભ્રષ્ટ સરકાર ગુજરાતને ભરમાવી રહી છે. ઇન્ટરનેશનલ સર્વેમાં ય આ જાણવા મળ્યુ છે તો,પ્રજા હજુ કેમ મૂર્ખ બની રહી છે.તેમણે એવી ય કોમેન્ટ કરી છેકે,ભાજપ ગુજરાતમાં પ્રચાર કરવા ૫૦ જાદુગરોને લાવી છે.ખબર નથી પડતી કે,સરકાર ચલાવે છેકે,સર્કસ.

એન્જિનીયરોને અનુરોધ છેકે,કોઇ એવી ટેકનીક શોધે જેમાં ટીવીમાં હાથ નાંખીને અમુક નેતાઓનો કાંઠલો ઝાલી જાપટ મારી શકાય.કવિશ્રી અહીં ફેંકુની વાત કરે છે.

સારુ છે,સાહેબ,મારી વાડીએ નથી આવ્યાં.નહીતર કહેત કે,આ ગાળ્યો ત્યારે હું ટોટા ફોડવા આવતો હતો. આવી કોમેન્ટ કરીને બાવળિયાએ મોદીને ય છોડયા નથી.

તેમના વિશે એવી કટાક્ષ કરાઇ છેકે,સારુ થયું સાહેબ,જસદણ આવ્યાં નથી.નહીતર કહેત કે,મારો જસદણ સાથે જૂનો નાતો છે.હું અહીં રુડા ભગતની ફેક્ટરીમાં હીરા ઘસવા આવતો હતો. ભાજપને ટાર્ગેટ કરતી તેમની એવી કોમેન્ટ ફેસબુક પર છેકે,મારા હાળાં સમશાનની દિવાલે જઇ સ્ટિકર ચોંટાડી આવ્યાંકે,ભાજપ આવે છે.

કોંગ્રેસની બનાવેલી સરકારી શાળામાં ભણ્યાંને મોટા થયેલાં ફેસબુક પર પૂછેછે,કોંગ્રેસે શું કર્યું. કુંવરજી બાવળિયાના ફેસબુક પરની ભાજપ વિરુધ્ધની કોમેન્ટો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ખુદ ભાજપના નેતાઓ ય મૂંઝવણમાં મૂકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *