દારૂબંધીનો કાળો કાયદો હોવાં છતાં બુટલેગરોએ ગુજરાતમાં ઘુસાડ્યો લાખોનો દારુ- આ રીતે થયો પર્દાફાસ

સમગ્ર રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવાં છતાં પણ અવારનવાર દારૂની હેરફેર કરતાં બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હોય એવાં સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ આવી…

સમગ્ર રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવાં છતાં પણ અવારનવાર દારૂની હેરફેર કરતાં બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હોય એવાં સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ આવી જ અન્ય એક દારૂની હેરાફેરીની ઘટના સામે આવી રહી છે.

રાજ્યના ખૂણે ખૂણેથી દારૂ પકડાતા આ વાતનો પુરાવો મળે છે. દારૂબંધી હોવા છતાં રાજ્યની સરહદો વટાવીને છેક કચ્છ સુધી લાખો રૂપિયાનો દારૂ પહોંચી જતો હોય છે. જો કે, પોલીસને મળેલ બાતમી પરથી આવો જથ્થો પકડાઈ પણ જતો હોય છે.

કચ્છમાં આવેલ અંજારની પોલીસ દ્વારા મળેલ બાતમીને આધારે ખુલ્લેઆમ કટિંગ થઈ રહેલ 40 લાખનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. અંજાર પોલીસ મથકના PI રાણાને મળેલ બાતમી પ્રમાણે મનુભા વાઘેલા તથા સુજિત તિવારીએ પુના ભરવાડ તેમજ રામા ભરવાડની પાસેથી વિદેશી દારૂ મંગાવ્યો છે.

આ વિદેશી દારૂ રાજુ આહિરની અંજારથી ભુજ જતા રોડ પર આવેલ વાડીમાં કટિંગ થઈ રહ્યો છે. આ દરમિયાન પોલીસે સ્ટાફની સાથે દરોડા પાડતા દારૂનું કટિંગ શરૂ થયું હતું. પોલીસ દ્વાર આ દરોડામાં કુલ 945 પેટી ઇંગ્લિશન દારૂ કુલ બોટલ 9,180 તેમજ બીયરના કુલ 4,320 ટીન મળીને એક ટ્રેલર લોડ, એક કન્ટેનર, એક આઇવા ડમ્પર, ટાટા જેનીયો અને મારૂતિ અલ્ટો કાર સાથે મળીને 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા આ દરોડામાં અનેક કંપનીનો સીલ પેક 750 mlનો 9,180 નંગ દારૂ જેની કિંમત 35,14,500 રૂપિયા થાય છે. આની સાથે-સાથે ટુબર્ગ બીયરના 500 mlના કુલ 4,320 ટીન જેની કિંમત 4,23,000 એમ મળીને કુલ 40 લાખ રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે.

આની ઉપરાંત કટિંગ સંદર્ભે દારૂ સપ્લાય કરનાર રામા વજા ભરવાડ, પુના ભાણા ભરવાડ તેમજ મનુભા વાઘેલા, અરવિંદ દેસાઈ, યુનુસ મીરની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે દરોડામાં કટિંગ સુજિંત તિવારી, જીતેન્દ્ર દાસ,. લવકુશ દાસ, રાજુ આહિરની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *