પડોશમાં રહેતો આધેડ CCTVમાં અડધી રાતે એવી કરતૂતો કરતો ઝડપાયો કે, જોઇને આંખો પહોળી થઇ જશે

Published on Trishul News at 7:40 PM, Sat, 3 April 2021

Last modified on April 3rd, 2021 at 7:40 PM

હાલમાં એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જેમાં ભુજના લાલટેકરી વિસ્તારમાં રહેતા અનાજના વેપારી દ્વારા પોતાના જ પાડોશી સામે ઘરની બહાર સૂકવેલા કપડાં ચોરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટના શહેરનાં ક્લાસિક કોમ્પલેક્ષમાં બની છે.

જોકે, આ કપડાનો ચોર જેવો તેવો નહીં પરંતુ હાઇસ્કૂલના શિક્ષક છે. 55 વર્ષના કિરીટભાઇ કેશવલાલ શાહ દ્વારા બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના જ પડોશીએ છેલ્લા સાત મહિનામાં 90થી વધારે કપડાં ચોર્યા હતા. જેની કિંમત અંદાજે એક લાખ છે.

ફરિયાદી, કિરીટ કેશવલાલ શાહના જણાવ્યાં અનુસાર, છેલ્લા 6થી 7 મહિનાથી, અમારા ઘરની બહાર સુકવેલા કપડા ગૂમ થઇ જતા હતા. અમે તેના માટે ખાસ સીસીટીવી કેમેરા લગાવીને, તેમા જોયા બાદ તેમને પકડ્યો છે. આ વ્યક્તિએ ઓછામાં ઓછા 90 કપડા, જો આપણે એક કપડું એક હજારથી પંદરસોનું ગણીએ તો પણ એક લાખથી ઉપરના અમારા કપડા થાય છે.

આ ચોર E-વિંગમાં રહેતા વિશાલ ઝવેરી, જે વી.ડી. હાઇસ્કૂલના પ્રોફેસર છે તેમને સીસીટીવીમાં ઝડપાયેલ છે. જો શિક્ષક જ આવું વર્તન કરશે તો વિદ્યાર્થીઓને શું શીખવશે? છેલ્લે તા.22 જાન્યુઆરી 2021ની રાતે 11:40 તથા તા.23 જાન્યુઆરી 2021ના રોજ વહેલી સવારે 5:51 વાગ્યે કપડાની ચોરી થઇ હતી. જેના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોર પડોશી વિશાલ ઝવેરી હોવાનું જાણવા મળ્યું હતું.

તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ બાબતે જાણ થયા પછી આ કપડાના બિલ ન મળતાં અને આ ચોરી કરનાર તેમના સમાજના હતા, તેથી સમાધાનની વાતો ચાલતી હતી. પરંતુ તેણે કપડા પરત ન આપતાં આખરે આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "પડોશમાં રહેતો આધેડ CCTVમાં અડધી રાતે એવી કરતૂતો કરતો ઝડપાયો કે, જોઇને આંખો પહોળી થઇ જશે"

Leave a comment

Your email address will not be published.


*