ફક્ત 10 વર્ષના આ બાળકની હિંમત તો જુઓ! જીવ બચાવવા માટે 14 ફૂટના મહાકાય અજગર સામે બાખડી પડ્યો

ગુજરાત: હાલમાં એક ખુબ જ ચોંકાવનાર ઘટના સામે આવી છે. કચ્છનાં માળિયા હાટિના તાલુકામાં આવેલ જલંધર ગામની સીમમાં 10 વર્ષીય બાળકની (boy beats Python) બહાદુરીની…

ગુજરાત: હાલમાં એક ખુબ જ ચોંકાવનાર ઘટના સામે આવી છે. કચ્છનાં માળિયા હાટિના તાલુકામાં આવેલ જલંધર ગામની સીમમાં 10 વર્ષીય બાળકની (boy beats Python) બહાદુરીની ઘટના સામે આવી છે. અહીં બાળક રવિવારની સવારે ખેતરમાં રમી રહ્યો હતો. આ સમયે 14 ફૂટ લાંબા અજગરે (14 ft Python rescue) તેનો પગ પકડીને તેનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જયારે આ બાળકે હિંમત ન હારતા બહાદૂરીપૂર્વક અજગરના મો પર મુક્કા મારીને પોતાનો પગ તેના મોં માંથી છોડાવી લીધો હતો. આ ઘટનામાં બાળકને ઇજા પહોંચી હતી કે, જેથી એને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. આ વિશેની જાણ થતા વનતંત્ર દ્વારા 14 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

બાદમાં ગામ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને વિગતે જોઈએ તો, માળિયા તાલુકામાં આવેલ જલંધર ગામની સીમમાં રહેતા મધુબેન વરજાંગભાઇ કરમટાનાં 10 વર્ષીય દીકરો આશિષ ઘરની બહાર ખેતરમાં રમી રહ્યો હતો. આ સમયે અચાનક જ 14 ફૂટના અજગર આવી ચઢ્યો હતો. આ અજગરને જોઇ 10 વર્ષનો આશિષ પહેલા તો ગભરાઇ ગયો હતો.

બાદમાં તેણે હિંમતપૂર્વક તેનો સામનો કર્યો હતો. આ અજગરે આશીષને પોતાનો શિકાર બનાવે એના પહેલા જ અજગરના મો પર મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. અજગરે આશિષનો પગ મોં મા નાંખી દીધો હતો. જેને છોડાવવા માટે તેમજ પોતાનો જીવ બચાવવા માટે આશિષે અજગરના મોં પર મુક્કા મારવાનું શરૂ કર્યું હતું.

ખુબ જહેમત પછી આશિષ પગ છોડાવીને પિતા પાસે ભાગી જઇને આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું. આજી જાણ થતાની સાથે જ પિતાએ વન વિભાગને જાણ કરી દીધી હોવાથી વન વિભાગે આવીને મહાકાય 14 ફૂટના અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આશિષને પગમાં ઇજા પહોંચતા સારવાર અર્થે મેંદરડા લઈ જવાયો હતો. તબીબો જણાવે છે કે, આ બાળકને પગના ભાગે અજગરે 20 દાંત બેસાડી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *