“રામ રાખે તેને કોણ ચાખે”: ત્રાટક્યું મહાકાય વૃક્ષ તે છતાં થયો મહિલાનો આબાદ બચાવ- જુઓ Live વિડીયો

માંડવી, કચ્છ(ગુજરાત): ‘રામ રાખે તેને કોણ ચાખે’ ગુજરાતીની આ કહેવત ખરેખર આ વીડિયો (Video) માં સાર્થક થતી જોવા મળે છે. આ વીડિયો છે કચ્છના (Kutch)…

માંડવી, કચ્છ(ગુજરાત): ‘રામ રાખે તેને કોણ ચાખે’ ગુજરાતીની આ કહેવત ખરેખર આ વીડિયો (Video) માં સાર્થક થતી જોવા મળે છે. આ વીડિયો છે કચ્છના (Kutch) માંડવીનો (Mandvi) જ્યાં એક જીવલેણ સમાન અકસ્માત સમાન ઘટનામાં એક મહિલાનો આબાદ બચાવ થયો છે.

આ સમગ્ર ઘટના છે માંડવી લક્ષ્મી ટોકિઝ (Mandvi Lakshmi Talkies) રોડની જ્યાં એક મહાકાય વૃક્ષ (Tree) અચાનક જ ધડામ કરતું એક મહિલા (Woman) પર ત્રાટક્યું હતું અને આ ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં મહિલાને ઘણી ગંભીર (Injury) ઈજા થઈ શકી હોત પરંતુ આખરે તે બાલ બાલ બચ્યા છે. સમગ્ર ઘટનાનો લાઇવ (Live) વીડિયો સીસીટીવીમાં (CCTV Video) કેપ્ચર થઈ જતા ઘટના સામે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કચ્છના માંડવીની લક્ષ્મી ટોકિઝ નજીક રોડ પરથી એક મહિલા પસાર થઈ રહી હતી ત્યારે તેમની માથે આ વૃક્ષ ત્રાટક્યું હતું જોકે, આ વૃક્ષ પડતું જોઈને મહિલાએ સહેજ ઉતાવળ કરી અને તેમનો માંડ માંડ બચાવ થયો હતો. જોકે, થોડા સમય માટે પણ મહિલા વૃક્ષની પાછળના ભાગમાં હોત તો અઘટિત ઘટના ઘટી ગઈ હોત.

માંડવીનો આ વિસ્તાર આમ તો વાહનવ્યવહારથી ભરચક રહે છે ત્યારે સંજોગોવસતા વૃક્ષ પડ્યું ત્યારે કોઈ વાહન પણ સદનસીબે પસાર નહોતું થઈ રહ્યું. જોકે, સૌથી મોટી જોમખમી બાબત એ પણ હતી કે વૃક્ષ જ્યાં પડ્યું તેની બાજુમાં જ સબસ્ટેશનનો થાંભલો પણ હતો.

જો વૃક્ષ થોડું અલગ દિશામાં પડ્યું હોત તો વીજ હોનારત પણ સર્જાવાની શક્યતા હતી. પરંતુ અહીંયા જ આ કહેવત સાચી ઠરે છે કે રામ રાખે તેને કોણ ચાખે, મહિલાનો માંડ માંડ બચાવ થયો અને મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ.

આ ઘટના બાદ જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. નજેર જોનારા લોકોનું કહેવું હતું કે, પાલિકાએ આ પ્રકારના ઝર્ઝરિત વૃક્ષોનો સર્વે કરાવી અને તેનું ટ્રિમીંગ કરાવવું જોઈએ. હજુ ચોમાસાની સિઝન બાકી છે ત્યારે આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે વૃક્ષો સાથે સાથે ઝર્ઝરિત મકાનોનો પણ એક સર્વે કરાવવો અનિવાર્ય થઈ જતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *