ગુજરાત: હાઇવે પર ગમખ્વાર અકસ્માત, મારૂતિ કારનો નીકળી ગયો કચ્ચરઘાણ – ઘટના સ્થળે જ 2 લોકોના મોત

Published on: 4:49 pm, Sat, 17 October 20

રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના ગોંડલ-જૂનાગઢ હાઇવે પર એક મારૂતિ કારનો ગમખ્વાર અકસ્માત થતા ઘટનાસ્થળે જ બે વ્યક્તિનાં મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, આજરોજ વહેલી સવારે ગોંડલ-જૂનાગઢ હાઇવે પર મારુતિ કારને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર બે વ્યક્તિનાં ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. હાલમાં આ કારના ચાલકની ઓળખાણ થઈ શકી નહોતી પરંતુ તેમાંથી ફૂલહાર મળી આવ્યા હતા.

આજરોજ નોરતા શરુ થઈ રહ્યા છે તો આ બન્ને યુવકો પ્રથમ નોરતે માતાજીના દર્શન કરવા ગયા હોવાનું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે. કારણ કે, આ ગાડીમાંથી ફૂલહાર મળી આવ્યા હતા. મૃતક પૈકીના એક વ્યક્તિએ ધોતી ઝભ્ભો પહેર્યો હોવાથી તેઓ દર્શને જઈ રહેલા અથવા તો પરત આવી રહ્યા હોવાની આશંકા છે.

ત્યાં હાજર લોકો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બન્ને મૃતકો ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ 28 વર્ષીય કશ્યપ રાજભાઈ ઠાકર અને 55 વર્ષીય રાજભાઈ કાંતિભાઈ ઠાકર તરીકે થઈ છે. પ્રથમ નોરતે જ પિતા-પુત્રના મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી છે.

આ અકસ્માતમાં GJ03AB5461 આરટીઓ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી મારૂતિ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, આગળથી સમગ્ર ભાગ ચીપાઈને પડીકું વળી ગયો હતો. જેના પગલે કારમાં સવાર 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. નવરાત્રિના નવા દિવસોમાં પ્રથમ નોરતે જ અકસ્માતમાં બે વ્યક્તિના જીવ જતા સમગ્ર ગોંડલ પંથકમાં વાયુવેગે સમાચાર પ્રસરી રહ્યા છે. વોટ્સએપ પર અકસ્માતના ઘટનાના વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે ત્યારે પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle