હાર્દિક પટેલનું મૃત્યુ થશે ત્યારે લાખો ભારતીય રડશે તેવું કાર્ય કરીને બતાવશે: જ્યોતિષ એ કરી આગાહી- વાંચો વધુ

હાર્દિક પટેલ ના જીવન પર વિસનગર તાલુકા ના મૂળ થલોટ ગામના નિવૃત બેન્ક અધિકારી લક્ષમણભાઈ પટેલે આગાહી કરી છે. તેઓ ફક્ત જ્યોતિષ સંશોધક છે ધંધાકીય…

હાર્દિક પટેલ ના જીવન પર વિસનગર તાલુકા ના મૂળ થલોટ ગામના નિવૃત બેન્ક અધિકારી લક્ષમણભાઈ પટેલે આગાહી કરી છે. તેઓ ફક્ત જ્યોતિષ સંશોધક છે ધંધાકીય માં માનતા નથી.તેમને લખ્યું છે કે,આ લેખ 31 ઓગસ્ટ 2015 ના રોજ લખવાની ઇચ્છા થઇ. લખવા પાછળનું મુળ કારણ પાટીદાર અનામત આંદોલન માં હાર્દિકની ભૂમિકા.આ આગાહી. શાસ્ત્રો અને મિ.હારદીક ની જન્મકુંડળી આધારિત છે.

મિ. હારદીક નું જન્મ સમયનું જન્મલગ્ન સિંહ રાશિ નું છે. તેમનો સ્વભાવ અને શરીર એક સિંહના જેવું હોય. તેમની જન્મકુંડળી ની અંદર ઘણા સારા શુભ યોગ થયેલા છે. હવે હું ટૂંકમાં જણાવુ તો, જેની જન્મકુંડળી માં, શુભકર્તરી, ઉભયચરી, દુર્ધરા, માલવ્ય, કમળ, પ્રધાનમંત્રી, જેવા શુભ યોગો થયેલા હોય તેને આગળ વધતા કોણ અટકાવી શકે? કોઈ ના અટકાવી શકે. તેમના જન્મ લગ્ન માં મંગળ ગ્રહ યોગ કર્તા (સારો લાભ આપનાર ) છે. મંગળ શકિત નો ધોધ છે. પરાક્રમી છે.તે પણ સિંહ રાશિ સ્થિર અને અગ્નિ રાશિ માં છે. તેનો માલિક સુર્ય છે. તેમના માનસ પર સુર્ય અને મંગળ નો પ્રભાવ છે. જન્મલગને શુભ કરતરી યોગ થયો. આરોગ્ય, વિચારો, આયુષ્ય માટે સારો લાભદાયક બન્યો છે.

સુર્ય અને ચંદ્ર ની યુતિ છે. ચંદ્ર અને સુર્ય પર કોઇ પાપ ગ્રહો ની અસર નથી. આત્મા અને મન શુદ્ધ છે. સુર્ય થી ઉભયચરી નામનો યોગ થાય છે. ચંદ્ર થી દુર્ધરા યોગ થાય છે. ભવિષ્યમાં મોટી સત્તા મળશે. ધન ખૂબ કમાશે. શુક્ર થી દસમા સ્થાન માં માલવ્ય યોગ થાયછે. આ યોગ સત્તા મેળવવા માટે નો સારો યોગ છે.

નવમા અને દસમા ભવનનો માલિક, મંગળ અને શુક્ર કેન્દ્ર માં પહેલા અને દસમા સ્થામાં એક બીજા થી દસમે છે. આ યોગ ભુતકાળમાં થઈ ગયેલા મોટા ભાગના વડાપ્રધાનોમાં હતો. તેમને આગળ વધતાં કોઇ અટકાવી શકે તેમ નથી.સાતમા ભવનમાં શનિ પોતાના જ ઘરમાં છે. આયુષ્ય લાંબુ અને મૃત્યુ પ્રતિષ્ઠા સાથેનું છે. મીસ્ટર હાર્દિક નુ ભવિષ્ય ઘણું સારું છે. જીવન સંઘર્ષમય પસાર થાય.

જાહેર ક્ષેત્રમાં આગળ વધી શકે. રાજકારણમાં જાય ત્યારે સફળતા મેળવશે. તેઓ ગાંધીજી ની જેમ અહિંસક લડાઈ માં માને છે. પરંતુ શક્તિશાળી મંગળ ગ્રહ અને સુર્ય સંપૂર્ણ અસર હોવાથી નેપોલિયન બોનાપાર્ટ ની તાકાત બતાવી શકે . શિવાજી અને મહારાણા પ્રતાપ પણ બની શકે. તેમના ચોથા ભવનમાં રાહુ જેવો પાપગ્રહ હોવાથી તેની ખાસ નોંધ લેવા જેવી છે. રદ્યય રોગ થી સાચવવું. વતન અને માતા થી દુર જવુ પડે. મિ. હારદીક જીવન માં જનતા યાદ કરે તેવુ કાર્ય કરી બતાવશે. મૃત્યુ પણ લાખો ની જનસંખ્યાને રડતી કરે તેવુ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *