એમ્બ્યુલન્સ ન મળતા ગર્ભવતી મહિલાને ખાટલે સુવડાવી હોસ્પિટલ પહોચાડી પણ સારવાર ન મળતા થયું માતા અને નવજાતનું કરુણ મોત

તંત્રની બેદરકારીથી કોઈ સામાન્ય નાગરિકનું મોત થવું એ સામાન્ય વાત બની ચુકી છે. ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં સરકાર કે તંત્રની બેદરકારીને કારણે…

તંત્રની બેદરકારીથી કોઈ સામાન્ય નાગરિકનું મોત થવું એ સામાન્ય વાત બની ચુકી છે. ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં સરકાર કે તંત્રની બેદરકારીને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. હાલ એક આરોગ્ય સેવાઓનો પર્દાફાશ અને અસહાય આરોગ્ય પ્રણાલીનો પર્દાફાશ કરતો કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં સમયસર સારવારના અભાવે મહિલા અને તેના નવજાત શિશુનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જે બાળકની આંખ આ કલયુગી દુનિયામાં હજુ ખુલે ત્યાં તો ગર્ભમાં જ તેનું મોત થયું હતું. આ ઘટના બનતા લોકોમાં ચર્ચનો વિષય બન્યો હતો.

સુનિલ નામના વ્યક્તિની પત્ની ગર્ભવતી હતી અને તે દરમિયાન તેને પીડા શરુ થઈ હતી. પરંતુ આરોગ્યની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સુરજીના પરિવારજનો તેને પગપાળા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ આવ્યા હતા. અહીં આરોગ્ય તંત્ર સંપૂર્ણ ક્ષીણ થઈ ગયું.

જ્યારે સુરજીને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે અહીં એક પણ ડોક્ટર હાજર ન હતો. અને સારવારના અભાવને લીધે મહિલા અને નવજાતનું મોત હોસ્પિટલના ગેટ પાસે જ થયું હતું. સુરજી જે ગામમાં રહે છે ત્યાં કોઈ અવરજવર ન હોવાના કારણે પરિવારજનો તેને ખાટલા પર હોસ્પિટલમાં લઈ ગયા હતાં. અને તેણે બાળકને જન્મ આપ્યો હતો.

અહીં આ ઘટના બાદ હોસ્પિટલના ડોકટરો તેમની ભૂલો છુપાવતા જોવા મળ્યા હતા. ડોક્ટર અરવિંદ કુમાર કહે છે કે, તે ગિરિડીહ સદર હોસ્પિટલમાં ગયો હતો અને તે સમયે દુર્ભાગ્યે ત્યાં અન્ય ડોક્ટર હાજર ન હતો. જ્યા સુધીમાં તે અહીં આવ્યો ત્યા સુધીમાં મહિલા મરી ગઈ હતી. તેમણે જણાવ્યું કે, સંબંધિત ડોક્ટરને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. આ પછી, વોટ્સએપ ગ્રુપ પર માહિતી મૂકવામાં આવી. આ ઘટના ઝારખંડના ગિરિડીહ જીલ્લામાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *