સુરતમાં 334 શાળાઓમાં 1500થી વધારે શિક્ષકોની અછત- AAPના કોર્પોરેટર રજૂઆત કરવા પહોચે તે પહેલા જ ઓફીસને લાગ્યા તાળા

Published on: 11:28 am, Thu, 23 June 22

સુરત(Surat): શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં પડી રહેલા શિક્ષકોની ઘટના લઈને આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટરોએ કહ્યું છે કે, છેલ્લા એક વર્ષથી અમે સતત રજૂઆતો કરતાં આવ્યા છીએ કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અત્યાર સુધીની તમામ સામાન્ય સભાઓમાં અમે આ મુદ્દો તાર સ્વરે ઉઠાવ્યો છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.

1 52 - Trishul News Gujarati aap, Surat, શિક્ષકોની અછત, સુરત

AAPના કોર્પોરેટરનું કહેવું છે કે, ગઈ કાલે પણ સમિતિની ૩૩૪ જેટલી શાળાઓમાં મળીને કુલ ૧૫૦૦થી વધુ શિક્ષકોની અછત છે, એની સામે થોડા અમથા પ્રવાસી શિક્ષકો મુકીને સમિતિ એમ કહે છે કે, આ પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવવામાં આવે. માત્ર ૮૮ શાળાઓને પ્રવાસી શિક્ષકો આપેલ છે, બાકીની ૨૪૬ શાળાઓનું શું ? નાનપુરામાં આવેલી શાળા નંબર ૨૦ (અંગ્રેજી માધ્યમ)માં ધોરણ ૧ થી ૮માં માત્ર એક શિક્ષક છે એને કોઈ શિક્ષક આપેલ નથી અને જે ૮૮ શાળાઓને શિક્ષકો આપવામાં આવેલ છે એને પણ જરૂરિયાત કરતાં અડધા શિક્ષકો જ આપેલ છે.

2 45 - Trishul News Gujarati aap, Surat, શિક્ષકોની અછત, સુરત

શિક્ષણ એ તો અવિરત ચાલતી પ્રક્રિયા છે તો એમાં પ્રવાસી શિક્ષકો શા માટે ? અને હજુ તો પ્રવાસી શિક્ષકોની પણ વાતો ચાલે છે, શાળાઓ તો શિક્ષકો વિનાની જ છે. પ્રવાસી શિક્ષકો નીમવાના જ હતા તો શાળા શરુ થયા બાદ કેમ સમિતિ જાગે છે ? વેકેશનમાં શું કર્યું ?

3 38 - Trishul News Gujarati aap, Surat, શિક્ષકોની અછત, સુરત

એટલે આ બધા નાટકો કરવામાં આવી રહ્યા છે, આવતીકાલથી ત્રણ દિવસ માટે પ્રવેશોત્સવના નામે પોતાની પાર્ટીનો પ્રચાર કરવાનો કાર્યક્રમ ભાજપે ઘડી નાખ્યો છે અને એ કાર્યક્રમ સામે કોઈ સવાલ ન ઉભા થાય એટલે આજે ઓર્ડર કાઢવાનું નાટક ભાજપના શાસકો કરી રહ્યા છે. આજે વિરોધ થવાનો છે એની જાણ થતા જ સમિતિ અધ્યક્ષ ધનેશ શાહ પોતાની ઓફીસને તાળું મારીને ભાગી ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.