સુરતમાં બેફામ બુટલેગરો સામે LCB ની લાલ આંખ – કેમિકલની આડમાં લાખોના વિદેશી દારૂની થઇ રહી હતી હેરાફેરી 

સુરત (surat): ગુજરાત રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં ખુલેઆમ દારૂની વહેચણી થઇ રહી છે. ત્યારે એક મોટો સવાલ એ ઉદભવે કે સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી…

સુરત (surat): ગુજરાત રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં ખુલેઆમ દારૂની વહેચણી થઇ રહી છે. ત્યારે એક મોટો સવાલ એ ઉદભવે કે સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી લાદવામાં આવેલી છે તો પછી દારૂ આવે છે ક્યાંથી? ત્યારે આવી જ એક દારૂની ઘટના સામે આવી છે.

બુટલેગરોના દારૂના ધંધા બંધ થઈ ગયા હોવાથી બુટલેગરો દારૂનો ધંધો કરવા અનેક નવાનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. સુરત શહેરમાંથી પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સતત પેટ્રોલિંગ કરીને દારૂના અડ્ડાઓ, જુગારધામ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર નો ઓર્ડર મળવાની સાથે જ શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર છાપો મારવામાં આવી રહ્યા છે.

સુરત LCB પોલીસને મળેલી બાતમીને આધારે રૂપિયા 21.32 લાખના કુલ મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલકની અટકાયત કરવામાં આવી હતી.જ્યારે કામરેજના વાવ ખાતે રહેતી બે મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. સુરત જિલ્લા LCB પોલીસે પલસાણા ખાતે નેશનલ હાઇવે પરથી કેમિકલની આડમાં ટેમ્પામાં સંતાડી કામરેજ તાલુકાના વાવ ખાતે રહેતી બે મહિલા બુટલેગરને ત્યાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ 691 જેની કિંમત રૂપિયા 69050 ના કુલ મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકની અટકાયત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ ખાતેથી કેમિકલની આડમાં વિદેશી દારૂનો જથ્થો કામરેજ લઈ જવામાં આવતો હોવાની બાતમી સુરત જિલ્લા LCB પોલીસને મળી હતી. જે ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે નં.૪૮ પર પલસાણા તાલુકાની હદ વિસ્તારમાં વોચ ગોઠવી દેવામાં આવી હતી.સમયાંતરે બાતમી અને વર્ણન અનુસરનો આઇસર ટેમ્પો નં જીજે-15-એટી-9894 આવી પહોંચતા તેને અટકાવી ટેમ્પામાં તલાશી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 691 જેની કિંમત રૂપિયા 69050 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ દ્વારા સ્થળ પરથી 1 મોબાઇલ, આઇસર ટેમ્પો,ટેમ્પામાં ભરવામાં આવેલા પીપમાં 5703 કી.ગ્રા,એ.બી એસિડ ૧૨૦ ગુણ મળી આવતા કુલ 2132 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

તેમજ ટેમ્પા ચાલક ચંપકભાઈ ધનસુખભાઈ ઓડ રહે.ગડત, કુંભારવાડની પાછળ, ગણદેવી,નવસારીની અટક કરવામાં આવી હતી.જ્યારે વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર કામરેજ તાલુકાના વાવ ખાતે આવેલી આર કે કોલોનીમાં રહેતી ઉષાબેન જયેશભાઇ પટેલ તેમજ રમીલા ઉર્ફે પુંજાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *