આ ધારાસભ્ય સૌરાષ્ટ્રથી આવ્યા સુરત, પોતાના વિસ્તારના નાગરિકોને સ્વખર્ચે બસમાં લઇ જશે વતન

હાલમાં lockdown ને લઈને સુરત વસતા સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતન જવા પડાપડી કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમની બસો ફાળવી અને રાહત ભાડે સૌરાષ્ટ્ર…

હાલમાં lockdown ને લઈને સુરત વસતા સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતન જવા પડાપડી કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમની બસો ફાળવી અને રાહત ભાડે સૌરાષ્ટ્ર વાસીઓને કોરોના guidelines અનુસરીને સૌરાષ્ટ્ર મોકલાઇ રહ્યા છે. આવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. જ્યારે આટલા બધા સૌરાષ્ટ્રવાસીઓ અને પોતાના વતન પરત મોકલવા માટે ઓછા ભાડે સરકારી બસો લગાવવામાં આવી હોય.

ચૂંટણીટાણે સુરત રહેતા સૌરાષ્ટ્રવાસી મતદારોને સૌરાષ્ટ્રની ચૂંટણી લડતા નેતાઓ ત્યાં લઈ જવા માટે મફત બસ મુસાફરી કરાવતાં હોય છે. એક અંદાજ મુજબ છેલ્લી લોકસભા ચૂંટણીમાં સુરત થી સૌરાષ્ટ્ર તરફ ના જિલ્લાઓ જેવાકે ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, પોરબંદર માટે એક હજારથી વધુ બસ ઉપડી હતી. સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્રવાસીઓ નેતાઓની ટીકા પણ કરી રહ્યા હતા કે આ નેતાઓને મત જોઈતા હોય ત્યારે મફત બસ મોકલે છે, પરંતુ અત્યારે જનતાને જરૂર છે ત્યારે બસ કેમ નહિ મોકલતા હોય?

નેતાઓની આવી નીતિને કારણે વ્યથિત થયેલા નાગરિકો ની વહારે હવે સૌપ્રથમ કોઈ નેતા બસ દોડાવવાનું આયોજન કરી રહ્યા છે. મળતી વિગતો અનુસાર કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા સુરતથી અંદાજે ૧૫ જેટલી બસ પોતાના વિધાનસભાના નાગરિકો માટે ગોઠવણ કરી રહ્યા છે. એવી માહિતી મળી રહી છે, રાજકોટ અને સુરત જિલ્લા કલેકટરની મંજૂરી લઈને આ બસ સુરત થી રાજકોટ જવા આવનારા બે થી ત્રણ દિવસમાં રવાના થશે.

લલિત વસોયા કદાચ પહેલા એવા નેતા હશે કે જે પોતાના મતદારો માટે કોરોના ના કપરા સમયમાં મફત બસ મુસાફરી કરાવશે. લલિત વસોયાના આ પગલાને કારણે પાછળથી કદાચ બીજા ધારાસભ્ય અને સંસદ સભ્યો પણ આવું કરે તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *