બિહારમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રોડે ચડ્યા- લોકો બોલ્યા અબ આયા ઉંટ પહાડ કે નીચે

Dhirendra Shastri Latest News: RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Acharya)એ બાગેશ્વર બાલાજી ધામ (Bageshwar Dham)ના વડા પંડિત ધીરેન્દ્ર…

Dhirendra Shastri Latest News: RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Acharya)એ બાગેશ્વર બાલાજી ધામ (Bageshwar Dham)ના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)ને બિહાર (Bihar)ને વિશેષ દરજ્જો આપવાની અરજી લગાવી હતી.

લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણીએ ટ્વીટમાં લખ્યું, “પરચી વાલે બાબાને અમારી આ વિનંતી છે, બિહારના વિશેષ દરજ્જાની અમારી માંગણી પૂરી થવી જોઈએ.” ત્યારે આ ટ્વીટને ધ્યાને લઈને બોલી રહ્યા છે કે, અબ આયા ઉંટ પહાડ કે નીચે…

આ પછી, આગામી ટ્વીટમાં રોહિણીએ બાબા બાગેશ્વરની આરતી કરતી તસવીર શેર કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની ચૌબે, ગિરિરાજ સિંહ અને રવિશંકર પ્રસાદ પર નિશાન સાધ્યું છે.

એક ટ્વિટમાં રોહિણીએ બળાત્કારના આરોપમાં જેલની સજા કાપી રહેલા આસારામનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું, “હા, આરતીને યાદ આવ્યું કે વોટના લોભમાં આ લોકોએ આસારામને દેવતા જાહેર કરીને કરોડો હિન્દુઓની આસ્થા સાથે રમત રમી. સાથે જ આ ટ્વીટ પર ઘણા યુઝર્સે તેમને ટ્રોલ પણ કર્યા છે.

જણાવી દઈએ કે, રોહિણીના ભાઈ તેજ પ્રતાપ યાદવ બાબા બાગેશ્વરના આગમન પહેલાથી જ તેમના પર હુમલાખોર છે. તેજ પ્રતાપે પટના એરપોર્ટ પર બાબાને રોકવાની વાત પણ કરી હતી.

અહીં પટના પરત ફર્યા બાદ લાલુ જ્યારે પહેલીવાર ઘરની બહાર નીકળ્યા તો સૌથી પહેલા તેઓ નમાજ પઢવા હાઈકોર્ટ મઝાર પહોંચ્યા. રાજકીય વિશ્લેષકો આને બાબા બાગેશ્વરના આગમન પહેલાના સંદેશ તરીકે જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *