ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

શોરૂમમાંથી નીકળી ચમકતી કરોડોની લિમ્બોર્ગિની, 20 જ મિનિટમાં થઇ ગયા આવા હાલ

આપણી નવી ગાડી પર એક ઘસરકો પણ પડે તો પણ આપડું દિલ દુભાઇ જાય.અને અહીં તો 20 મિનિટ પહેલાં જ ખરીદેલી લિમ્બોર્ગિની કારના તો ચૂરેચૂરા ઉડી ગયા. વિચારો તે કારના માલિકનું શું થયું હશે? સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો ખૂબ જ ફેલાઈ થઇ છે.

કારના ફોટો અને અક્સ્માતની માહિતી WVIP રોડ્સ પોલિસ યુનિટ એ ટ્વિટર પર વાયરલ કરી. તેમણે લખીને જણાવ્યું કે આ માત્ર એક કાર છે! નવાઈની વાત તો એ છે કે આ બ્રાન્ડ ન્યૂ લિમ્બોર્ગિનીએ 20 મિનિટ પહેલાં જ ખરીદી કરી હતી.ટેકનીકલ ખામીના લીધે આ કાર લેન 3માં ઊભી હતી.

પાછળથી બીજી ગાડીએ તેને જોરદાર ટક્કર મારી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ લિમ્બોર્ગિની હુરાકન 2 લાખ પાઉન્ડ એટલે કે ભારતીય કરન્સી મુજબ આ કાર 1.8 કરોડ રૂપિયાની છે. પોલીસે જણાવ્યું કે આ બ્રાન્ડ ન્યૂ લિમ્બોર્ગિની 20 મિનિટ પહેલા જ શોરૂમ માંથી બહાર નીકળી હતી.

પરંતુ મશીનમાં ખામીના કારણે કાર વચ્ચે રસ્તા પર બંધ પડી ગઇ, ત્યારબાદ એક બીજી કારે પાછળથી ટક્કર મારી છે. વેસ્ટ યોર્કશાયર પોલીસના PC રિચર્ડ વાઇટલે જણાવતા કહ્યું કે લંડનના M1 વેસ્ટ યોર્કશાયરમાં સર્જાયેલી આ અકસ્માતમાં લિમ્બોર્ગિની અને આ કારના ચાલકને નજીવી ઇજા પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: