ચંદ્રયાન 2 ને ચંદ્રની કક્ષામાં પહોંચાડવામાં ઇસરો એ સફળતા મેળવી, 7 સપ્ટેમ્બરના રોજ સપાટી ઉપર ઉતરશે…..

ઈસરોએ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડીને વધુ સફળતા મેળવી છે. ઈસરો વૈજ્ઞાનિકોએ સવારે 8.30થી 9.30 દરમિયાન ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષા 1 માં પ્રવેશ કરાવ્યો હતો.…

ઈસરોએ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડીને વધુ સફળતા મેળવી છે. ઈસરો વૈજ્ઞાનિકોએ સવારે 8.30થી 9.30 દરમિયાન ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષા 1 માં પ્રવેશ કરાવ્યો હતો. હવે ચંદ્રયાન-2 118 કિમીની એપોજી અને 18078 કિમીની પેરીજી કક્ષામાં આગામી 24 કલાક સુધી ચક્કર લગાવશે. આ દરમિયાન ચંદ્રયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને અંદાજે 1.98 કિમી પ્રતિ સેકન્ડ કરવામાં આવી હતી. આમ, ચંદ્રયાન-2ની સ્પીડ 90 ટકા ઘટાડીને તેને ચંદ્રની કક્ષામાં પહોંચાડવામાં સફળતા મળી છે.

ચંદ્રયાન-2ની ગતિમાં ઘટાડો એટલા માટે કરવામાં આવ્યો કારણકે તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્ર સાથે અથડાઈ ન જાય. 20 ઓગસ્ટ એટલે કે મંગળવારે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-2નો પ્રવેશ કરાવવો ઈસરો માટે ખૂબ પડકાર સમાન હતો. પરંતુ વૈજ્ઞાનિકોની કુશળતાના કારણે તે શક્ય બની શક્યું છે. 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 ચંદ્રયાન દક્ષિણી ઘ્રુવ પર લેન્ડ કરશે. ચંદ્રયાન-2ને 22 જુલાઈએ શ્રીહરીકોટા કેન્દ્રથી રોકેટ બાહુબલી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલાં 14 ઓગસ્ટે ચંદ્રયાન-2ને ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં નાખવામાં આવ્યો હતો. આશા છે કે, 7 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-2ના ચંદ્રયાન દક્ષિણી ધ્રૂવ પરના લેન્ડિંગને લાઈવ જોશે.

21 ઓગસ્ટની બપોરે 12.30-1.30 વાગ્યા દરમિયાન ચંદ્રયાન-2ને 4303 કિમીની કક્ષામાં પહોંચાડવામાં આવશે.
28 ઓગસ્ટની સવારે 5.30-6.30 વાગ્યા દરમિયાન ચંદ્રયાન-2ને 1411 કિમીની કક્ષામાં પહોંચાડવામાં આવશે.
30 ઓગસ્ટની સાંજે 6.00-7.00 વાગ્યા દરમિયાન ચંદ્રયાન-2ને 164 કિમીની કક્ષામાં પહોંચાડવામાં આવશે.
1 સપ્ટેમ્બરની સાંજે 6.00-7.00 વાગ્યા દરમિયાન ચંદ્રયાન-2ને 128 કિમીની કક્ષાએ પહોંચાડવામાં આવશે.

ચંદ્રની ચારેય બાજુ ચાર કક્ષા બદલ્યા પછી ચંદ્રયાન-2થી વિક્રમ લેન્ડ બહાર નીકળી જશે. વિક્રમ લેન્ડર સાથે પ્રજ્ઞાન રોવર પણ ઓર્બિટરથી અલગ થઈને ચંદ્ર તરફ આગળ વધવા લાગશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવન ચંદ્રની ચારેય બાજુ બે ચક્કર લગાવશે અને 7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષીણ ધ્રૂવ પર ઉતરશે.

ઈસરોના ચેરમેન ડૉ. કે. સિવનના જણાવ્યા પ્રમાણે, ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં જતી વખતે એક મોટા પડકારમાંથી પસાર થશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ 65,000 કિમી સુધી રહે છે. આ સંજોગોમાં ચંદ્રયાન-2ની ગતિ ઓછી કરવી પડશે. નહીં તો તે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને તેની સાથે અથડાઈ જાય તેવી પણ શક્યતા છે. ગતિ ઓછી કરવા માટે ચંદ્રયાન-2ને ઓનબોર્ડ પ્રોપ્લશન સિસ્ટમને થોડી વાર માટે ચાલુ કરવામાં આવશે. આ દરમિયાન એક નાનકડી ભૂલ પણ યાનને અનિયંત્રિત કરી શકે છે. આ માત્ર ચંદ્રયાન-2 માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો માટે પણ એક મોટો પડકાર છે.

ચંદ્રયાન-2 લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ઉતરીને પ્રયોગ કરશે. પરંતુ ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રની આજુબાજુ ફરીને રસિર્ચ કરશે. ઈસરો વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ચંદ્રની કક્ષામાં બધા ફેરફાર કરીને ઓર્બિટરમાં એટલું ઈંધણ બચશે કે તે બે વર્ષ સુધી કામ કરી શકે છે. જોકે તે 7 સપ્ટેમ્બર પછી નક્કી થશે.

ચંદ્રયાન-2 ને ભારતનો સૌથી મોટો તાકતવર જીએસએલવી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ મા ત્રણ મોડલ બનાવવામાં આવ્યા છે. જે ઓર્બિટર,વિક્રમ અને પ્રજ્ઞાન જેવા રહેલા છે. ચંદ્રયાન-2 નો વજન 3877 કિલો છે. ચંદ્રયાન-2 એ ચંદ્રયાન-1 મિશન કરતા કદાચ ત્રણ ગણી વધારે ઝડપ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *