ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! વરસાદને કારણે મગફળીની 400 ગુણી પાણીમાં પલળી ગઈ- જુઓ વિડીયો

Published on: 10:29 am, Tue, 14 June 22

ગુજરાત(Gujarat): રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ જામનગર(Jamnagar)ના જામ જોધપુર(Jodhpur) માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા આ આગાહીને અવગણવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જામ જોધપુર માર્કેટમાં પડેલો હજારો ટન મગફળીનો માલ વરસાદને કારણે પલળી ગયો છે. હવામાન ખાતા(Meteorological Department)એ આગાઉથી ચેતવણી આપી હોવા છતાં પણ માર્કેટ યાર્ડ(Jodhpur Market Yard)માં ખુલ્લામાં માલ રાખવામાં આવતા સત્તાધીશોના વહીવટ પર સવાલોનો મારો શરુ થઇ ગયો છે.

આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે રમઝટ બોલાવી દીધી છે. જામનગર જિલ્લામાં પણ વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે જામજોધપુર માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી મગફળી વરસાદના પાણીમાં વહેતી થઈ ગઈ હતી. જેના વિડીયો પણ સામે આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામજોધપુરમાં મુશળધાર વરસાદના કારણે યાર્ડમાં 400 ગુણી પાણીમાં તણાઈ ગઈ હતી. ખેડૂતોએ પાણીમાં તણાઈ ગયેલી મગફળી એકઠી કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી ન હતી. સત્તાધીશોની બેદરકારીના કારણે મગફળીને વ્યાપક પ્રમાણમાં નુક્સાન થયું હતું.

ત્યારે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં માલ રાખવામાં આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શું જોધપુર માર્કેટયાર્ડના સત્તાધીશો કેમ ઊંઘમાં છે? કોની આ પ્રકારની બેદરકારીથી ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ? વેપારીઓને પણ મોટું નુકસાન થશે કોની જવાબદારી? વરસાદની આગાહી છતાં કેમ પલળવા દીધી મગફળી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.