લતા મંગેશકરે ધોનીની રિટાયરમેન્ટ પર કહ્યું કઈક આવું, જુઓ વિડીયો

ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજય થયો હતો. આ સાથે જ એવી ચર્ચાને પણ વેગ મળ્યો કે એમ એસ ધોની રિટાયરમેન્ટ લેવાનો છે.  આ સમય દરમિયાન બોલિવૂડ સિંગર લતા મંગેશકરે ઈન્ડિયન ક્રિકેટર એમ ધોનીને ક્રિકેટમાંથી નિવૃત્તિ ના લેવાની અપીલ કરી છે અને ટીમ ઈન્ડિયા માટે ગુલઝારનું ગીત શૅર કર્યું છે.

iAds

ધોનીને નિવૃત્તિ ના લેવાની અપીલ કરી

લતા મંગેશકરે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું, ‘નમસ્કાર એમ એસ ધોનીજી, આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માગો છો. મહેરબાની કરીને તમે આવું ના વિચારો. દેશને તમારી રમતની જરૂર છે અને હું પણ વિનંતી કરું છું કે નિવૃત્તિનો વિચાર હાલ મનમાં લાવશો નહીં.’

ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધાર્યો

લતાજીએ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે ગુલઝારનું ગીત શૅર કર્યું હતું. તેમણે ટ્વીટમાં કહ્યું હતું, ‘કાલે ભલે આપણે જીતી ના શક્યા પરંતુ આપણે હાર્યાં પણ નથી. ગુલઝારસાહેબનું ક્રિકેટ માટે લખાયેલું આ ગીત આપણી ટીમને ડેડિકેટ કરું છું’

ધોની નિવૃત્તિ લે તેવી ચર્ચા

છેલ્લાં થોડાં સમયથી ચર્ચા છે કે વર્લ્ડકપ બાદ ધોની વનડેમાંથી રિટાયરમેન્ટ લેશે. લતા મંગેશકર ઉપરાંત પૂર્વ ઈન્ડિયન ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ ધોનીને રિટાયરમેન્ટ લેવાની ના પાડી છે. તેણે કહ્યું હતું કે ધોની હજી પણ એક સારો ફિનીશર છે. તેનામાં હજી પણ પોતાના બળે મેચને પૂરી કરવાની તાકત છે. સેમી ફાઈનલની મેચ પૂરી થતાં ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીને જ્યારે ધોનીની નિવૃત્તિ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો હતો કે ધોનીએ તેના ભવિષ્ય અંગેની કોઈ વાત તેમને કહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Trishul News