ગુજરાત: કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં મોડી રાત્રે ભીષણ આગ લગતા આટલા દર્દીઓ બળીને ભડથું થઈ ગયાં

હાલમાં ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટમાં આવેલ આનંદ બંગલા ચોક પાસે આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ…

હાલમાં ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટમાં આવેલ આનંદ બંગલા ચોક પાસે આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં કુલ 5 લોકોનાં મોત નીપજ્યા છે. આ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના કુલ 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા.

બચાવી લેવામાં આવેલ અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે પોલીસ કમિશનર તથા મેયર ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. CM વિજય રુપાણી સતત અમારા સંપર્કમાં છે.

જે કોઈ જવાબદાર હશે એની સામે પગલાં લેવામાં આવશે. ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે, મધરાતે 12:20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો ફોન આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં કુલ 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય આવ્યાં ન હતા.

આગ લાગતાં અચાનક બૂમાબૂમ થવા લાગી :
નર્સિંગ સ્ટાફે આ ઘટના નજરે જોઈ છે, પરંતુ કોઈ નામ બોલવા માટે તૈયાર નથી. મળી રહેલ જાણકારી પ્રમાણે, આગ લાગી ત્યારે અચાનક જ વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી હતી. ત્યારપછી ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા હતાં. થોડીવાર સુધી શું કરવું કે શું ન કરવું એની ખબર જ ના પડી.

થોડીવારમાં જ બીજા હોસ્પિટલમાંથી ડોક્ટરો દોડી આવ્યા હતાં. બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળ પર મશીનરીમાં શોટસર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન રહેલું છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને પરવાનગી આપવામાં આવી હતી.

મૃતકોનાં નામ:
રામશીભાઈ
નીતિનભાઈ બાદાણી
રસિકલાલ અગ્રાવત
સંજય રાઠોડ
કેશુભાઈ અકબરી

રાજકોટ માટે દુઃખદાયક ઘટનાઃ વિપક્ષના નેતા…
આ મામલે RMCના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા જણાવતાં કહે છે કે, પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટને લીધે આગ લાગી છે. હોસ્પિટલમાં બધાં પ્રકારની ફાયરની વ્યવસ્થા હતી પણ તેઓ ફાયર સિસ્ટમ કરી શક્યા નહીં કે એમને ઉપયોગ કરતા આવડ્યું નહીં. આ સમગ્ર ઘટના રાજકોટ માટે દુઃખદાયક છે.

બાકીના દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા :DCP 
આ મામલે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા કહે છે કે, હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. હાલમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આની ઉપરાંત હોસ્પિટલના બીજા વોર્ડમાં હાજર કુલ 22 જેટલા દર્દીને ઉદય હોસ્પિટલની અન્ય બ્રાન્ચમાં ખસેડી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *