પાટીદાર અગ્રણી લવજી બાદશાહને કોરોના પોઝીટીવ- જાણો ક્યા લઇ રહ્યા છે સારવાર

પાટીદાર અગ્રણીઓમાં શામેલ લવજીભાઈ ડાલીયા(બાદશાહ) પોતાની સેવાકીય પ્રવૃત્તિ થી જાણીતા છે. તેઓને ગુરુવારે રાત્રે કિરણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનો…

પાટીદાર અગ્રણીઓમાં શામેલ લવજીભાઈ ડાલીયા(બાદશાહ) પોતાની સેવાકીય પ્રવૃત્તિ થી જાણીતા છે. તેઓને ગુરુવારે રાત્રે કિરણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનો કોરોના ટેસ્ટ થતા પોઝીટીવ આવ્યાના સમાચાર બાહર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેઓના સારા સ્વાસ્થ્ય માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે.

સુરતના અવધ ગૃપ સાથે સંકળાયેલા લવજી બાદશાહને ગુરુવારે સારવાર અંતે કિરણ હોસ્પિટલ લવાય હતા જ્યાં  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ૩ જુલાઈએ બપોર સુધીમાં કોરોના 113 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

લવજી બાદશાહ નામથી જાણીતા લવજી ડાલિયા ઉર્ફે બાદશાહએ બેટી બચાવો બેટી પઢાવોના આશય માટે પાટીદાર પરિવારમાં જન્મેલી દીકરીઓને 200 કરોડ રૃપિયાના બાદશાહ સુકન્યા બોન્ડ આપવાની નેમ લીધી હતી. વરાછાના સાગવાડી ખાતે યોજાયેલા સમારોહમાં 969 દીકરીઓને બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ કર્યા હતા. લવજી બાદશાહએ 10 હજાર દીકરીઓને બોન્ડ અર્પણ કરવાની નેમ લીધી છે.

1972માં જન્મેલા લવજીભાઈ મૂળ ભાવનગરના પાલીતાણા તાલુકાના સેંજળીયા ગામના. અહીં ગામમાં જ તેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું ને માત્ર તેર વર્ષની ઉંમરે જીવનમાં કંઇક કરવા માટેઆગળ વધવા માટે તેમણે સુરત શહેરની વાટ પકડી. પહેલી વાર શહેર કોને કહેવાય તે ત્યારે તેમણે જાયું. અજાણ્યા શહેરમાં આશરો મેળવ્યો અને કપરા સંઘર્ષની શરૂઆત કરી.

સંઘર્ષના દિવસો દરમ્યાન રત્નકલાકાર તરીકે કામ કર્યું. ધીમે ધીમે તેમની ગાડી પાટે ચઢી રહી હતી. ત્યાં થોડા સેટ બેક આવ્યા. થોડું નુકસાન પણ સહન કર્યું. ૯૪ પહેલાં તેમણે ઘણી ચડતીપડતી જાઈ. ૯૪માં કૈલાસબેન સાથે પ્રભુતામાં પગલાં પાડયાં પછી તે ધીમે ધીમે સ્થાયી થતા ગયા. ૯૪ પછી ટેક્ષટાઈલ ક્ષેત્રેકન્સ્ટ્રકશન ક્ષેત્રે આગળ વધ્યા. જેમાં અવધ ગ્રુપનો પ્રારંભ કર્યો. શહેરમાં તેમની અવધ ઉટોપિયા કલબ સૌથી જાણીતી છે. આ કલબનો કન્સેપ્ટ સાવ અનોખો છે ઍટલે આજના યંગસ્ટર્સને તે વધુ આકર્ષે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *